મુખપૃષ્ઠજિલ્લા વિષેજોવાલાયક સ્‍થળોનિષ્કલંક મહાદેવ - કોળિયાક

નિષ્કલંક મહાદેવ - કોળિયાક

કોળિયાક ભાવનગરથી લગભગ ૨૩ કિ.મી.ના અંતરે છે. એવું કહેવાય છે કે પાંડવોએ નિષ્કલંક કે ના-કલંક મહાદેવની સ્થાપના ભાદરવાની અમાસે કરી હતી. શ્રાવણ વદ અમાસે (નવા ચંદ્રના દિવસે) નિષ્કલંક મહાદેવના માનમાં કોળિયાકમાં ભાદરવી અમાસ તરીકે જાણીતો મેળો ભરાય છે. કોળિયાકથી આશરે ૩ કિ.મી. પૂર્વે સમુદ્રમાં તેમની મૂર્તિનું સ્થાપન કરાયું છે. આ સ્થળે સુદ અથવા વદ એકમે સવારના ૯ થી બપોરના ૧૨ સુધી ત્યાં જઈ શકાય છે. પરંતુ ભરતીના પાણી હેઠળ આ સ્થળ ડૂબમાં જાય તે પહેલાં બપોરે ૧ વાગ્યા સુધીમાં પાછા ફરવાનું હોય છે.

છેલ્લા સુધારાની તારીખ : 12/3/2019

વપરાશકર્તાઓ : 665246