મુખપૃષ્ઠજિલ્લા વિષેજોવાલાયક સ્‍થળોસાંઢિડા મહાદેવ - સણોસરા

સાંઢિડા મહાદેવ - સણોસરા

સણોસરા સોનગઢથી ૧૨ કિ.મી.ના અંતરે છે. ટેકરીઓમાં સંધિડા મહાદેવ તરીકે ઓળખાતું સ્થાનક છે. આ મંદિર સાથે સંકળાયેલી દંતકથા મુજબ મુસ્લિમ કાળમાં કેટલાક મુસ્લિમોએ પીછો કરી એક સાંઢને મારી નાખ્યો. પોતાનું માથું કપાઈ ગયા બાદ તે પ્રાણી મંદિર આગળ પડયો અને ચમત્કારિક રીતે તેનું પત્થરમાં રૂપાંતર થઈ ગયું. ગ્રામ વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણનો પ્રચાર કરવા, ગામના યુવકોને તાલીમ આપવા, ગ્રામ વિસ્તારોના પ્રશ્નોમાં સંશોધન કરવા અને ગ્રામજનો માટે સંસ્કાર કેન્દ્ર તરીકે કામ આપવા, સૌરાષ્ટ્રના ખ્યાતનામ ગાંધીવાદી શિક્ષણકાર સ્વ. શ્રી નાનાભાઈ ભટ્ટ દ્વારા ૧૯૫૩માં સ્થપાયેલી લોકભારતી સંસ્થા માટે આ ગામ સારી રીતે જાણીતું છે.

તેની શિક્ષણ નીતિ મહાત્મા ગાંધીએ વિચાર્યા મુજબ સર્વોદયના સિદ્ધાંતો પર આધારિત છે. તે કૃષિ, ગૌશાળા, વહીવટ, ગ્રામ હસ્તકલા, માનવશાસ્ત્ર, કૃષિ વિસ્તરણ અને બુનિયાદી તાલીમ માટે શિક્ષકોને તાલીમ આપવાના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમ ચલાવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 12/3/2019

વપરાશકર્તાઓ : 665259