પંચાયત વિભાગ
મુખપૃષ્ઠ તાલુકા વિષે ઇતિહાસ

ઇતિહાસ

 
પાલીતાણા અતિ પ્રાચીન નગર છે. જૈન આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિના નામ પરથી વસેલું પાદલિપ્તપુર આજે પાલીતાણાના નામથી જગવિખ્યાત છે. પાલીતાણાનો ઉલ્લેખ ગોવિંદરાજ પૂભુતવર્ષના ઈ.સ. ૮૧૮-૧૯ ના દેવલીમાંથી મળેલા દાન શાસનમાં ‘પાલિતાનક‘ તરીકે થયેલો જોવા મળે છે. જૈન પ્રબંધોમાં તેનો સવિશેષ ઉલ્લેખ છે. પૂભાવત ચરિતમાં જૈનાચાર્ય શ્રી પાદલિપ્તસૂરિના શિષ્ય સિદ્ધ નાગાર્જુને વિમલા (શત્રુંજય)ની તળેટીમાં ગુરુના નામથી પાદલિપ્તપુરની સ્થાપના કરી ત્યાં મહાવીર સ્વામીનું ચૈત્ય કર્યું હોવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રબંધ ચિંતામણી, પુરાતન પ્રબંધસંગૂહ, પ્રબંધકોષ વગેરે જૈન પ્રબંધોમાં પાદલિપ્તપુરનો ઉલ્લેખ આવે છે. જૈનોના આ પૂસિદ્ધ યાત્રાધામમાં ભારતના ખૂણેખૂણાથી ધાર્મિક જૈન સ્ત્રી-પુરુષો, બાળકો દર્શનાર્થે આવે છે.

પૂથમ જૈન તીર્થકર ભગવાન ઋષભદેવ અથવા આદિનાથ કે આદિશ્વરનાં પુનિત સંસ્મરણો આ તીર્થ સાથે સંકળાયેલા છે. તેમણે આ ભુમીને તીર્થભૂમી બનાવી ત્યારથી આ તીર્થસ્થાન પૂત્યેક જૈન માટે આવશ્ક દર્શન કરવા જેવું પવિત્ર યાત્રાધામ બની ગયું છે. ‘ફોર્બ્સ રાસમાલા‘ માં જણાવે છે તેમ પૂત્યેક જૈન આ યાત્રાધામની જાળવણી અને વિકાસ માટે યથાશકિત પોતાનો આર્થિક ફાળો આપવાની તીવૂ ઈચ્છા રાખતો હોય છે.

શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર ચડવા માટે જય તળેટી આવે છે, જયાથી યાત્રાનો શુંભારંભ થાય છે. શરૂઆતમાં જ ધનવસહી અથવા બાબુનું મંદિર આવે છે. મુર્શિદાબાદવાળા બાબુ ધનપતસિંહે તે બંધાવ્યુ હતું. પર્વત પર ચડવાના પગથિયાનો રસ્તો પૂસિદ્ધ જૈનમંત્રી શ્રી તેજપાળે ૧૩મી સદીમાં પથ્થરો ગોઠવી તૈયાર કરાવ્યો હતો.એ ‘સંચાર પાજા‘ કહેવાતો. ગિરિરાજ પર ચડવાના માર્ગને આજે પણ ‘પાજ કેપાત્ર‘ કહે છે. હાલમાં જે પાજ છે તે શેઠ આંણદજી કલ્યાણજીની પેઢીએ તૈયાર કરાવેલ છે. ૧૮૦૦ ફૂટની ઉંચાઈએ આવેલા શ્રી આદિશ્વર ભગવાન સુધી પહોંચવા ૩૭૪પ પગથિયા શ્રદ્ધાવાન યાત્રિકોને સરળ લાગે છે.