પંચાયત વિભાગ
શિહોર તાલુકા પંચાયત
ભાવનગર જીલ્લા પંચાયત - ગુજરાત સરકાર

શ્રી વી. બી. ગોહિલશ્રી વી. બી. ગોહિલ
ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીશ્રી
ઈલાબા જયદેવસિંહ ગોહિલ ઈલાબા જયદેવસિંહ ગોહિલ
તાલુકા પ્રમુખશ્રી
અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration
Procees flow, checklist, timeline Property Tax Registration
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગભાવનગર જીલ્લોશિહોર તાલુકા પંચાયત

તાલુકા વિષે


શિહોર
ગ્રામ પંચાયત ૭૮
ગામડાઓ ૭૮
વસ્‍તી ૧૯૨૭૬૩
સિહોર અથવા શિહોર ગુજરાતના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું મુખ્યમથક છે. સિહોર એ ભાવનગર શહેરની જુની રાજધાની અને સૌરાષ્ટ્રનું મહત્વનું શહેર છે. તે સિંહપુર, સિંહગઢ, સારસ્વતપુર વગેરે નામથી જાણીતું છે. અહીં મુખ્યત્વે તાંબા પિત્તળ તથા તમાકુનો ઉદ્યોગ વિકસ્યો છે. સિહોરમાં જોવાલાયક સ્થળોમા મુખ્યત્વે બ્રહ્મકુંડ, ગૌતમેશ્વર મહાદેવનું મંદિર તથા અન્ય ઘણા મંદિરો છે. અહિં અનેક શિવ મંદિર હોવા  થી સિહોર છોટા કાશી તરીકે પણ પ્રસિદ્ધ છે.
ખંભાતના અખાતના પશ્ર્ચિમ કાંઠે ગ્રેનાઈટ પથ્થરના ડુંગરની એક ગિરિમાળા છે. આ ખરબચડી ગિરિમાળા ચમારડી ગામ તરફ ઝૂકતી જાય છે.  આવી ભૌગોલિક, પૌરાણિક, ઐતિહાસિક વિશિષ્ટતા ભરી સંકલના હિંદના અન્ય ભાગમાં જવલ્લે જ જોવામાં આવે છે. આ પર્વત કે ડુંગરાની ગોદમાં આ શહેર છુપાયેલું છે. તેની પ્રાચીનતા સ્કંદપુરાણ સુધી તો સ્પષ્ટ નજરે પડે છે. અહીંની પર્વતમાળાના મુખ્ય ફાંટા આ પ્રમાણે છે: મોદળ, છાપરો, બોડીધાર, લાંબધાર, ખેરીઓ,અગથીઓ, વાવીઓ, જરખીઓ, કાળો, શૂળીધાર, દીપડીઓ, તરશિંગડો અને નળીઓ વગેરે. આ ડુંગરાઓમાં અતુલ ખનિજ સંપત્તિ રહેલી છે; ઇમારતી પથ્થર, લીલા, કાળા અને પીળા પથ્થર, તાંબા અને લોઢાનાં રજકણો, ચિનાઈ માટી, કોલસા વગેરે સંપત્તિ ભૂગર્ભમાં વિપુલ પ્રમાણમાં પડેલી છે એમ રસાયણશાસ્ત્રીઓ જણાવે છે.