પંચાયત વિભાગ
તળાજા તાલુકા પંચાયત
ભાવનગર જીલ્લા - ગુજરાત સરકાર

મધુબેન મકવાણામધુબેન મકવાણા
પ્રમુખશ્રી
શ્રી પી.બી. વાળાશ્રી પી.બી.વાળા
તાલુકા વિકાસ અધિકારીશ્રી

અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration
Procees flow, checklist, timeline Property Tax Registration
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગભાવનગર જીલ્લોતળાજા તાલુકા પંચાયત

તાલુકા વિષે


તળાજા
ગ્રામ પંચાયત -
ગામડાઓ -
વસ્‍તી -
જુનાગઢના વિષ્ણુભક્ત નાગર નરસિંહ મહેતાનું જન્મ સ્થળ, ભાવનગર જિલ્લાનું તળાજા, સૌરાષ્ટ્રના પૂર્વ કિનારે શેત્રુંજી નદીને કાંઠે આવેલું એક ઐતિહાસિક ગામ છે.  પ્રાચિનકાળમાં તે તાલધ્વજ ના નામે પણ ઓળખાતું. તેની સુંદર રમણીય ટેકરીની ઉત્તર અને પશ્ચિમ બાજુએ બૌદ્ધ ગુફાઓના જેવી ગુફાઓ કોતરી કાઢેલી છે. આમાંની એક ગુફા મોટા ચોરસખંડની છે અને તેનો આગલો ભાગ ચાર મોટા ચોરસ થાંભલાથી ટેકવેલો હોય એમ લાગે છે. આ થાંભલાઓ હાલ હયાત નથી. આ થાંભલા ઉપરના પથ્થરના પાટડાઓ ઉપર ચોરસ ચોકડીઓ પાડી તે ઉપર નાની કમાનો બનાવી એક પ્રકારની શોભા આપેલી છે. કહેવાય છે કે, આવા પ્રકારની ગોઠવણ પ્રાચીન બૌદ્ધ સ્થપતિઓને બહુ જ પસંદ પડતી.