પંચાયત વિભાગ
વલ્લભીપુર તાલુકા પંચાયત
ભાવનગર જીલ્લા - ગુજરાત સરકાર


મુખપૃષ્ઠતાલુકા વિષેઈતિહાસ

ઈતિહાસ

ઈતિહાસ હાલના ભાવનગર જિલ્લાનું વલ્લભીપુર તે પ્રાચીન મૈત્રક વંશ (૪૭૦-૭૮૮ ઈ.સ.) ની રાજધાની અને વિધાપીઠ પાકૃતમાં ભ વલહિભ કે ‘વલહી‘ તરીકે ઓળખાતી ‘વલભી‘ શબ્દના કોષગત બે અર્થ મળે છે. (૧) છાપરૂ વાસનું માણસ કે છજ ટેકવવાનુ ચોકઠુહ ઢળતા છાપરાની પાંખ, ઘરની અણીદાર ટોચ (ર) ઘરની સહુથી ટોચનો ભાગ સપાટ છાપરા પરનુ શિરોગૃહ કે કામચલાઉ બાંધકામ તો ઉંચી બહુમાળીનો અર્થ પણ સુચવતી હોય આ નગરી નદીની બે શાખાઓ વચ્ચે આવેલ ઉચ્ચ પ્રદેશ પર વહેલી હોય એના મકાન ઉચ્ચા મકાનોના છાપરા જેવા કે મકાનોનો છાપરા પરના શિરોગૃહ જેવા દેખાતા હોય એ ઉપર થી તે નગરનુ નામ ‘વલભી‘ પડયાની સંભાવના ડો. આર.એન.મહેતા વ્યકત કરે છે. (Valabhi of the maitrakas J.O.I. Vol XIII P.250) તો રસીકલાલ પરીખ આ દશ્ય શબ્દ હોય તેના બે અર્થ સૂચવે છે. (૧) વલહિ - કપાસ (ર) વલહી - વલયા-વેલા- સમદ્ર કાઠા પર આવેલ સ્થળ (‘ગુજરાત રાજધાનીઓ ‘અમદાવાદ ઈ.સ.પુ. ૧૬-૧૭) આમ, જયા કપાસનો પાક બહુ થતો હશે તે સ્થળ.

આ પ્રાચીન નગરી છે, સ્કંદપુરાણના પ્રભાસ ખંડમામનુ વૈયસ્વતના પુત્ર શર્યાલિના સંદર્ભમાં ઉલ્લેખ કરાયો છે. પાર્ણિના ગણપાઠ,બૃહત્કથામંજરી, કથા સરિત્સાગર જેવા પ્રાચીન ગ્રાંથોમાં આનો વાણિજય-વિધાના કેન્દ્ર તરીકે થયેલ નિર્દેશ તેની પહેલી સદી જેટલી પા્રચીનતા સિઘ્ધ કરે છે. જૈન અનુશ્રુતિઓ પણ તેની પ્રાચીનતા સૂચવે છે. વલભી ઈ.સ.૪૭૦ નાં અરસમાં મૈત્રકોની રાજધાની બની ત્યાર થી તેની સમૃઘ્ધિ સતત વિકસતી ગઈ.મૈત્રક કાળથી તે જૈન ધર્મનું પ્રમુખ કેન્દ્ર હતી અહી નાર્ગાજુનાચાર્યના અઘ્યપક્ષો જૈન આગમ ગ્રંથોની વાચના તૈયાર થઈ હતી (લગભગ ઈ.સ. ૩૦૦) આ પછી આચાર્ય ક્ષમાશ્રવણ ઘ્વારા પણ ૪પ૩ માં પુનઃ સમીશિત વાચન-પાઠાંતર સાથે તૈયાર કરાયેલ .

મૈત્રક ભટ્ટાકે અહી મૈત્રક વંશની સ્થાપના કરી પોતાની રાજધાની સ્થાપી(૪૭૦).આ પૂર્વે મોર્યથી ગુપ્ત કાળ સુધી સૌરાષ્ટ્રનુ પ્રમુખ મથક ગિરીનગર (હાલનુ જુનાગઢ) હતુ. મૈત્રક વંશની સ્થાપના થયા પછી તેની સતા-સમૃઘ્ધિ નો ઉતરોતર વિસ્તાર વિકાસ થતા વલભી પર સમૃઘ્ધિ થી છલકાવવા લાગી. એક વિધાધામ તરીકે પણ તે દુર સુદુર પ્રખ્યાત હતી.વલભીના શાસકોમાં મોટા ભાગના ભ પરમ માહેશ્વર ભ હોય અહી કેટલાક ભવ્ય શિવાલય પણ બંધાયા હશે, જેના અવશેષ રૂપ વિશાળ ભવ્ય લિંગો અને નદીઓ અધાપિ મોજુદ છે, અલબત તે સમયનુ એક પણ મંદિત હયાત નથી. તો વૈષ્ણવ અને સૌર સંપ્રદાયને પણ એટલુજ મહત્વ મળ્યુ હતુ, એક સમયે તે બૌઘ્ધ ધર્મનુ પણ પ્રમુખ કેન્દુ હતુ. મૈત્રક કાળ દરમ્યાન અહી કેટલાક બૌઘ્ધ વિહાર પણ બાંધાયા હતા.