મુખપૃષ્ઠશાખાઓઆર્યૃવેદ શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

ભાવનગર જીલ્લામાં હાલમાં રાજય સરકાર સંચાલિત ૧૬ આયુર્વેદિક દવાખાના, જિલ્લા પંચાયત સંચાલિત ૦૭ આયુર્વેદિક દવાખાના ૦૫ હોમીયોપેથી યુનિટ દવાખાના એમ મળી કુલ ૨૮ દવાખાનાનો વહીવટ જીલ્લા આયુર્વેદ અધિકારીની કચેરીના નિયંત્રણ હેઠળ ચાલે છે.
આયુર્વેદ અને હોમીયોપેથી દવાખાનાઓમાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં લોકોને આયુર્વેદ અને હોમીયોપેથી પધ્‍ધતિથી સારવાર આપવામાં આવે છે.
આયુર્વેદ અને હોમીયોપેથી મેડીકલ ઓફીસરો ધ્‍વારા સારવાર ઉપરાંત સ્‍વાસ્‍થ્‍ય રક્ષા માટે માર્ગદર્શન આપવામાં આવે છે.
અંતરીયાળ ગામોમાં જયાં આરોગ્‍યની સુવિધાઓ નથી ત્‍યાં તથા આયુર્વેદ સારવાર પદ્ધતિના પ્રચાર પ્રસાર અર્થે નિઃશુલ્‍ક આયુર્વેદ નિદાન-સારવાર કેમ્‍પોનું આયોજન કરવામાં આવે છે
ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને ઔષધિય વનસ્‍પતિનું પ્રદર્શન યોજી તેની ખેતી અંગે પ્રોત્‍સાહન અને સમજ આપવામાં આવે છે.
જરા ચિકિત્સા અંતર્ગત આયુર્વેદ અને હોમીયોપેથી દવાખાનાઓમાં ૬૦ વર્ષ થી ઉપર ના સિનિયર સિટીજનોને સપ્તાહ માં કોઇ એક ચોકસ દિવસે તેમને સારવાર તથા આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવે છે.
આયુર્વેદ દવાખાનાઓ અને જાહેર સ્થળોએ સ્વસ્થવ્રુત પેય(ઉકાળા) નુ વિતરણ કરવામાં આવે છે.
પ્રાથમિક શાળાના બાળકોની આરોગ્‍ય તપાસણી કરી જરૂરી સારવાર અને સલાહ સુચનો આપવામાં આવે છે.
બાળકોની રોગ પ્રતિકારક શકિત વધે અને બાળકો મેઘાવી બને તેવા અભિગમ સાથે બાળકોને પુષ્‍ય નક્ષત્રમાં સુવર્ણપ્રાસન કરાવવામાં આવે છે
ભાવનગર જિલ્‍લાના આયુર્વેદ અને હોમીયોપેથીક દવાખાનાઓમાં ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને સ્‍વાસ્‍થયના રક્ષણ માટે સ્‍વસ્‍થવૃત્તના નિયમોની જાણકારી આપવામાં આવે છે અને રોગીના રોગોનું નિદાન કરી વિનામુલ્‍યે આયુર્વેદ દવાખાનામાં આયુર્વેદ પદ્ધતિથી સારવાર અને હોમીયોપેથીક દવાખાનામાં હોમીયોપેથીક સારવાર આપવામાં આવે છે. અને રાષ્‍ટ્રીય આરોગ્‍ય કાર્યક્રમોની જાણકારી આપવામાં આવે છે

છેલ્લા સુધારાની તારીખ : 11/6/2019

વપરાશકર્તાઓ : 681091