મુખપૃષ્ઠશાખાઓઆરોગ્‍ય શાખાએઇડ્સ

એઇડ્સ

એઈડસ એ રોગ નથી એ એક પરિસ્થિતિ છે કે જેમાં શરીરની સ્વરક્ષણની શકિત ઘટી જતાં શરીરને ઘણાં પ્રકારનાં રોગ થવાનું જોખમ વધી જાય છે.
શરીરનાં વજનમાં દેખીતા કારણ વગર ૧૦% કે તેથી વધુ પ્રમાણમાં ઘટાડો થવો
અજાણ્યા કારણોસર એક માસથી વધુ સમય સુધી તાવ રહેવો.
એકજ વફાદાર સાથે જાતીય સંબંધ રાખવો, નિરોધનો ઉપયોગ કરવો
જોખમી જુથો તથા અજાણી વ્યકિતઓ સાથે સંભોગ કદી નહીં.
લોહી ચઢાવવું ખૂબ જ જરૂરી હોય તો લોહીનું પરીક્ષણ કરાવી, એચ.આઈ.વી. ચેપ રહીત છે તેની ખાત્રી કરાવી લેવી.
ધંધાદારી રકતદાતાઓ તથા જોખમી જુથવાળી વ્યકિતઓનું લોહી લેવાનું ટાળો.
જંતુ મુકત કર્યા વગરની સીરીંજ-નીડલનો ઉપયોગ કરવો નહીં
શકય હોય ત્યાં સુધી ઈન્જેકશનો લેવાનું ટાળો, ઈન્જેકશનને બદલે ગોળીઓ-પ્રવાહી દવા લેવાય તે સલાહભર્યુ છે.
એઈડસના દર્દીઓને સિવિલ હોસ્પીટલ ખાતે તપાસી અને રીફર કરવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 11/6/2019

વપરાશકર્તાઓ : 681249