મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણશાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

પ્રાચીન સમયમાં ગાંમડાઓના પ્રશ્નો ના ઉકેલ માટે ગામના આગેવાનો પંચો મારફતે ઉકેલ થતો હતો હવે પંચાયતી રાજ ૧૯૬૩ થી અમલમાં આવતાં ગ્રામ / તાલુકા / જિલ્લા એમ ત્રણ સ્તરની પંચાયતી રાજ વ્યવસ્થા અમલ માં મૂકેલ છે. જિલ્લા કક્ષાએ પ્રજાના ચુટાયેલા પ્રતિનિધીઓ ઘ્વારા લોકોના કાર્યો કરવા માટે આ સંસ્થા કાર્યરત છે. કુટુંબ કલ્યાણ શાખા એ તેનો એક ભાગ છે.
ભાવનગર જિલ્લામાં જિલ્લા પંચાયત કચેરીમાં કુટુંબ કલ્યાણ શાખા આવેલી છે. કુટુંબ કલ્યાણ શાખા મારફત કુટુંબ કલ્યાણની પઘ્ધતિઓ જેવી કે ઓપરેશન, આંકડી, નિરોધ, ઓરલપીલ્સ તેમજ જુથ પ્રચાર, સાંસ્કૃતિ કાર્યક્રમો, સ્લાઈડ શો પ્રોગામ તેમજ માતા અને બાળ સારવાર પ્રોગામ, પ્રોત્સાહન અને પુરસ્કાર જેવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે. વસ્તી નિયંત્રણ માટે બે બાળકો પછી કુટુંબ કલ્યાણ નું ઓપરેશન કરાવવા અંગેની માહિતી આપવામાં આવે છે. આ બાબતે ભાવનગર જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ ૪૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૩૬૦ સબ સેન્ટર કાર્યરત છે. તેમજ જિલ્લામાં સદરહું કાર્યક્રમ ને વેગ આપવા આઈ.સી. એકટીવીટી કરવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 11/6/2019

વપરાશકર્તાઓ : 681165