મુખપૃષ્ઠશાખાઓમહેકમ શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૬૩ અન્વયે ત્રીસ્તરીય પંચાયતી રાજ ની અમલવારી કરવામાં આવેલ જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત એમ ત્રણેય સ્તરની સ્વાયત સંસ્થાઓ અમલમાં આવેલ આ ત્રણેય સ્તરેથી સરકારશ્રીની જુદી- જુદી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે.
સદરહું અમલીકરણ માટે જીલ્લા પંચાયત ની જુદી-જુદી શાખાઓ અને તાલુકા પંચાયત કચેરી તેમજ ગ્રામ પંચાયત કચેરીમાં કર્મચારી ગણની જરુરીત પ્રમાણે શરુઆતમાં રાજય સરકારનાં કર્મચારીઓ ને એલોકેશનથી મુકવામાં આવેલ અને સમયાંતરે જેમ-જેમ જુદા-જુદા સંવર્ગ નાં ભરતીનાં નિયમો પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ તરફથી બહાર પાડવામાં આવેલ તેમ-તેમ પંચાયત સેવાનાં કર્મચારીઓની નિમણુંકની કાર્યવાહી કરવામાં આવેલ. હાલ સરકારશ્રીની દરેક યોજનાકીય કામગીરી નું અમલીકરણ મહત્તમ રીતે પંચાયત નાં ત્રણેય સ્તરો પાસેથી લેવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 11/6/2019

વપરાશકર્તાઓ : 681263