મુખપૃષ્ઠશાખાઓપશુપાલનપ્રસ્તાવના

પ્રસ્તાવના

પ્રાચીન કાળથી જાણીતું અરબી સમુદ્ર કિનારે આવેલ દરિયાઈ વેપાર તરીકે જાણીતું અને વસેલ ઐતિહાસિક શહેર એટલે ભાવનગર.
પાલીતાણા તીર્થધામનાં જૈન મંદિરોથી આ જિલ્લો વિશ્વભરનાં ધાર્મિક પરિવારોનું અને પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર છે.ભાવનગર હિરા ઉધોગના શહેર તરીકે ઓળખાઈ છે.

ભાવનગર જિલ્લો અનેક ઋષિ મુનિઓ અને કૃષ્ણ ભગવાનનાં પાવન પગલાથી ખુંદાયેલ છે.તથા અનેક પાવનધામો જેવા કે બગદાણા,શામળબાપુ,મસ્તરામબાપુ જેવા સંતો,મહંતોની કર્મભૂમિ રહેલ છે.શિક્ષણક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે.

ભાવનગર જિલ્લો ગીર ગાયો તથા જાફરાબાદી ભેંસોનું આગવું સ્થાન ધરાવે છે.વેળાવદર અભ્યારણ સમગ્ર કાળિયાતર એકમાત્ર નિવાસ્થાન છે.ઉચ્ચ કોટિનાં પશુ ઓલાદથી આ જિલ્લો સમુદ્ધ છે.
મગફળી,કપાસ,ઘઉં તથા ઘાસચારો મુખ્ય પાકો છે.આ ઉપરાંત મહુવા,મણાર કેસર કેરી, તથા નાળિયરી જેવા બાગાયતી વૃક્ષો આ જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.મહુવા તાલુકામાં ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને ડુંગળીનાં મોટા મોટા ઔધોગિક ડિહાઈડ્રેશન પ્લાન્ટ પણ આવેલ છે.

ખેતપેદાશોનું વેચાણ કેન્દ્ર માટે માર્કેટ યાર્ડ આવેલ છે.ઉપરાંત શિહોર ખાતે દુધ ઉત્પાદક સંઘ સર્વોત્તમ ડેરી આવેલ છે.અને જુનાગઢની મધર ડેરી પણ દુધ ખરીદે છે આથી પશુપાલકોને દુધના સારાં ભાવો મળી રહે છે.કાઠીયાવાડી અશ્વોથી આ જિલ્લો સમુદ્ધ છે.કાઠયાવાડી અશ્વોની જાતિની જાળવાણી અર્થે જિલ્લામાં ગઢડા અને પાળિયાદ મુકામે વાલીઘોડા કેન્દ્રો ચલાવવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 11/6/2019

વપરાશકર્તાઓ : 681234