મુખપૃષ્ઠશાખાઓસહકાર શાખા સહકારી મંડળીઓ નોંઘણી

સહકારી મંડળીઓ નોંઘણી

નવી સહકારી મંડળીઓની નોંધણી માટે નિયમોની સમજ
સહકારી મંડળીની નોંધણી માટે પ્રયોજક-૧૦ તથા મુખ્ય પ્રયોજક-૧ મળી કુલ-૧૧ પ્રયોજકોએ નવી મંડળી રચવા દરખાસ્ત કરવાની હોય છે.
ઉત્પાદનને લગતી સહકારી મંડળીની નોંધણી માટે કુલ-૫૧ સભાસદો જોઇએ સેવા સહકારી મંડળી નોંધણી માટે ૧૦૦ થી ૨૦૦ સભાસદ જોઇએ
મંડળીની નોંધણી માટે પેટાનિયમની ચાર નકલ રજુ કરવાની રહેશે.
ઉત્પાદક મંડળીનાં કીસ્સામાં નિયત નમુના પ્રમાણે પ્રોજેકટ(ભાવી પ્લાન) રજુ કરવાનો રહેશે.
સેવા સહકારી મંડળી હોયતો ગામનાં કુલ ખેડુત ખાતેદારોની યાદી રજુ કરવાની રહેશે.
નવી મંડળીની દરખાસ્ત વિસ્તરણ અધિકારી (સહકાર)ના અભિપ્રાય સાથે રજુ કરવાની રહેશે.
મંડળીના પેટાનિયમ સુધારવા માટે નિયમો ની સમજ
પેટાનિયમ સુધારા માટેની બેઠકના એજન્ડાની નકલ.
મંડળી તરફથી કરવામા આવેલ ઠરાવનો જરૂર પુરતો ઉતારો.
ફોર્મ નં.૧ થી ૪ ની સંપુર્ણ વિગતો ભરી ફોર્મ નં. ૪ ચાર નકલમાં મંડળીનાં હોદેદારોના સહી સિકકા થયેલ હોવા જોઇએ.
ફોર્મ નં.૫ માં નફો અગર નુકસાન હોયતો તે પ્રમાણે સ્પષ્ટ દર્શાવવુ.
સહકારી વર્ષ પુરૂ થયાના તા.૩૧/૩ ના રોજનું તારીજ સરવૈયુ,નફા-નુકસાન,ખરીદ-વેચાણનું પત્રક રજુ કરવુ.તેમજ છેલ્લા ત્રણ વર્ષ ના નફા-નુકસાનની વિગત જણાવવી.
હાલની સ્થિતીએ કુલ સભાસદોની સંખ્યા દર્શાવવી.
મંડળીએ ચુંટણીનાં નિયમો સ્વીકારેલ છે. કે કેમ અગર જો સ્વીકારેલ ન હોય તો તેની સ્પષ્ટટા કરવી.
મંડળી અર્થક્ષમ છે. કે કેમ બે લાખનુ ધિરાણ અને ૧૫૦ સભાસદ છે. કે કેમ.તેની સ્પષ્ટટા કરવી.
મંડળી તરફથી દરખાસ્ત ૬૦-દિવસમાં રજુ કરવી.
મંડળીમાં કેટલા પગારદાર કર્મચારી કેટલા સમયથી છે.તેની તેમજ હોદા સહિત પગાર જણાવવો.
મંત્રીશ્રીએ કોઇ તાલીમ લીધેલ હોય તો જણાવવુ.
મંડળીએ નોકરીના નિયમો,પ્રોવિડન્ડ તથા ગ્રેજયુએટીના નિયમો સ્વીકારેલ છે. કે કેમ તે જણાવવુ.
મંડળી છેલ્લા ૩-વર્ષથી કયા વર્ગમા છે.તે જણાવવુ.

છેલ્લા સુધારાની તારીખ : 11/6/2019

વપરાશકર્તાઓ : 681273