મુખપૃષ્ઠ પ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

પંચાયતી રાજયની સ્‍થા૫ના ગુજરાતમાં થઈ ત્‍યારથી જિલ્‍લા પંચાયતની વિવિધ પંચાયત સેવા પ્રવૃતિઓની કામગીરી તેની વિવિધ શાખાઓ દ્રારા હાથ ધરવામાં આવેલ છે. ત્‍યારબાદ સને : ૧૯૭૭ થી રાજયમાં નાની સિંચાઈ યોજના અંગેની કામગીરી માટે પંચાયત સિંચાઈ વિભાગનુ માળખુ તૈયાર કરી નાની સિંચાઈ યોજનાને લગતી તમામ કામગીરી પંચાયત સિંચાઈ વિભાગને સોં૫વામાં આવેલ છે.

જિલ્‍લા મથકે પંચાયત સિંચાઈ વિભાગ તથા જિલ્‍લાના ૧૧ તાલુકામાં કુલ ૫ (પાંચ) પંચાયત સિંચાઈ પેટા વિભાગ નાની સિંચાઈ યોજનાની કામગીરી માટે કાર્યરત છે. આ વિભાગ દ્રારા ૬૦ હેકટર સિંચાઈ શકિત સુધીની નવી નાની સિંચાઈ યોજનાઓ બનાવવા ઉ૫રાંત હયાત નાની સિંચાઈ યોજનાની જાળવણી અને મરામતની કામગીરી, સદરહું કામો માટે જમીન સંપાદિત કરી ખેડુતોને સિંચાઈ માટે મહતમ ઉ૫યોગી થવા માટે યોજનાઓ ૫ુરી કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવે છે. તેમજ હાલમાં ગામડાઓમાં અન્‍ડર ગ્રાઉન્‍ડ ગટર નાખવા માટેના કામોના પ્‍લાન, એસ્‍ટીમેન્‍ટ તથા સુ૫રવિઝનની કામગીરી અત્રેના વિભાગ દ્રારા હાથ ધરવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 21/8/2017

વપરાશકર્તાઓ : 559870