મુખપૃષ્ઠશાખા કામગીરી

શાખાની કામગીરી

.નં.

આંતરીક ઓડીટ અધિકારીશ્રી, જિ.પં. ભાવનગરની મુખ્‍ય પ્રવૃત્તિઓ અને કાર્યો નીચે મુજબ છે.

જિલ્‍લા પંચાયતની શાખાના કિસ્‍સામાં રૂા. ૪૦,૦૦૦/- ઉપરના ખર્ચ તેમજ તાલુકા પંચાયત કે અન્‍ય સંસ્‍થાના ખર્ચમાં રૂા. ૧૫,૦૦૦/- ઉપરના ખર્ચની મંજુરીની ચકાસણી કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે.

જિલ્‍લા તાલુકા પંચાયતોને ઓડીટ શરૂ થવા અંગેની જાણ થતા સંબંધિત શાખા અને સંસ્‍થાઓને જરૂરી રેકર્ડ તૈયાર રાખવા સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવે છે.

ચાલુ અન્‍વેષણ દરમ્‍યાન આપવામાં આવતા પ્રાથમિક વાંધાના જવાબો સંબંધિત તરફથી સમયસર અને સંપૂર્ણ પણે રજૂ થાય તેની દેખરેખ રાખી માર્ગદર્શન આપવામાં આવે છે.

જુદા જુદા અન્‍વેષણ અહેવાલો તેમજ પંચાયતી રાજ સમિતિમાં લેવાયેલ ફકરાઓના જવાબો સંબંધિત અધિકારી તરફથી સંપૂર્ણ આધાર સાથે સમય મર્યાદામાં થાય તે માટે દેખરેખ તથા માર્ગદર્શન આપવામાં આવે છે.

અન્‍વેષણ અહેવાલમાં દર્શાવેલ વસુલાતો સમયસર થાય તે અંગે દેખરેખ રાખી માર્ગદર્શન આપવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 11/6/2019

વપરાશકર્તાઓ : 681260