મુખપૃષ્ઠશાખાઓસહકાર શાખા પ્રસ્તાવના

પ્રસ્તાવના

ગુજરાત રાજયની સ્‍થાપના ૧૯૬૦માં થયા બાદ સને ૧૯૬રમાં પંચાયતી રાજ અમલમાં આવ્‍યું. આ પંચાયતી રાજની વ્‍યવસ્‍થાના ભાગ તરીકે જિલ્‍લા પંચાયતો/ તાલુકા પંચાયતો અસ્‍તિત્‍વમાં આવી.

ભાવનગર જિલ્લા પંચાયત દવારા સહકારી પ્રવૃતિઓનાં વિકાસ માટે તેમજ સહકારી પ્રવૃતિ દવારા લોકભાગીદારીથી વિકાસ સાધવા માટે વૈધાનિક સત્તાઓ માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી નાં તેમજ માન.જિલ્લા રજિસ્ટ્રારશ્રી,સહકારી મંડળીઓ નાં સીધા માર્ગદર્શન અને નિયંત્રણ હેઠળ સહકાર ખાતાનાં વર્ગ-ર નાં અધિકારી મદદનિશ જિલ્લા રજિસ્ટ્રારશ્રી ફરજ બજાવે છે. તેમજ તાલુકા સ્તરે વિસ્તરણ અધિકારી(સહકાર) તાલુકા પંચાયત કચેરીમાં આ અંગેની તેમની ફરજ બજાવે છે.

સહકારી પ્રવૃતિ વેગવાન બનાવવા તથા જાળવણીની કામગીરી માટે ગુજરાતમાં પંચાયત રાજયની સ્થાપના બાદ સહકારી પ્રવૃતિઓને સુગ્રથીત કરી વિકસાવવા ગુજરાત સહકારી મંડળીઓનાં અધિનિયમ-૧૯૬૧ અને ૧૯૬૨ નાં અધિક-૧૦ અન્વયેનાં કાયદા મુજબ સરકારશ્રીનાં કૃષિ અને સહકાર વિભાગ,ગાંધીનગર નાં જાહેરનામા ક્રમાંક/ખ/૬નડીટીપી/૧૧૬૩/૪૩૯૦/ઘ/જી તા.૩૦/૦૭/૧૯૬૬ થી સહકારી કાયદાની કલમો નીચે મંજુરી આપવાની સત્તાઓ જિલ્લા પંચાયતને સુપ્રત થયેલ છે.

સહકારી કાયદા તથા ઠરાવો અન્વયે કાર્યવાહી

કલમ-૯, સહકારી મંડળીઓની નોંધણી. (ગ્રામ્ય કક્ષાએ દુધ,મજુર,પ્રોસેસીંગ,તેલીબીંયા ઉ.સહ.સિવાય)
કલમ-૧૦, આ અધિનિયમ હેઠળ રજિસ્ટર થયેલી અથવા રજિસ્ટર થયેલી ગણાતી તમામ મંડળીઓનું રજિસ્ટર ઠરાવેલ નમુનામાં રજિસ્ટ્રારે રાખવુ.
કલમ-૧૧, કેટલાક પ્રશ્નો નિર્ણય કરવાની રજિસ્ટ્રારની સત્તા.
કલમ-૧૨, સહકારી મંડળીઓનું વર્ગીકરણ.
કલમ-૧૩, સહકારી મંડળીઓનાં પેટાનિયમો માં સુધારો.
કલમ-૧૫, સહકારી મંડળીઓનાં નામોમાં ફેરફાર કરવા.
કલમ-૧૭, સહકારી મંડળીઓનાં જોડાણ,વર્ગીકરણ,વિભાજન તથા રૂપાંતર.
કલમ-૧૮, જોડાયેલી વિભાજન તથા રૂપાંતર કરેલી સહકારી મંડળીઓનું રજિટ્રેશન રદ કરવું.
કલમ-૧૯, સહકારી મંડળીઓની પુનઃરચના.
કલમ-૨૦, સહકારી મંડળીઓનું રજિસ્ટ્રેશન રદ.
કલમ-૨૧, સહકારી મંડળીઓની ભાગીદારી.
કલમ-૨૪, સહકારી મંડળીઓનું સભ્યપદ બધાને માટે ખુલ્લુ રહેશે.
કલમ-૭૫, સહકારી મંડળીઓનાં ચોપડા,કાગળો અને મિલ્કતોનો કબજો તેમનાં અધ્યક્ષને સોંપવા બાબત
કલમ-૭૭, સહકારી મંડળીઓની વાર્ષિક સાધારણ સભા બોલાવવા બાબત, આવી સભાઓની મુદત લંબાવવા બાબત.
કલમ-૭૮, સહકારી મંડળીઓની ખાસ સાધારણ સભા બોલાવવા બાબત
કલમ-૧૧૫, સહકારી મંડળીઓ આટોપી લેવામાં આવે ત્યારે તેની વધારાની અસ્કયામતો નો નિકાલ કરવા બાબત.
ઉપરોકત સહકારી મંડળીઓના અધિનિયમ-૧૯૬૧ તેમજ સુધારા ૧૯૬ર અન્‍વયે જિલ્‍લા પંચાયતને જે કલમો અને સત્‍તાઓ સુપ્રત થયેલ છે. આ સત્‍તાઓ ભાવનગર જિલ્‍લા પંચાયતની તા.૧૪/૧૧/ર૦૦૦ની બીજી ખાસ સાધારણ સભાના ઠરાવ નં.પ થી જિલ્‍લા ઉત્‍પાદન-સહકાર અને સિંચાઈ સમિતીને તેમજ જિલ્‍લા પંચાયતની સામાન્‍ય સભાને તેમજ મદદનીશ જિલ્‍લા રજીસ્‍ટ્રારશ્રીને પાવર્સ ડેલીગેટ કરવામાં આવેલ છે.

નામદાર સરકારશ્રીના નોટીફીકેશન ક્રમાંકઃ જીએચકેએચ/ ૦૧૭ /રર૮ / સી.એચ. ૪૯૭૮/ ૪રર૯/ડી. તા.૩૧/૮/૧૯૮૧ તેમજ નોટીફીકેશન નં.જીએચ.કેએન. /૧૪૮/ ૮ર/ડી.ડી.સી./૧૧૮ર/૭ર૦પ/ એસ.૩ તા.ર૧/૭/૧૯૮રથી તથા નામ. સરકારશ્રીના એગ્રીકલ્‍ચર કો.ક ઓપરેશન એન્‍ડ રૂરલ ડીપાર્ટમેન્‍ટ, સચિવાલય,ગાંધીનગરના તા.૩૦/૩/૧૯૯૧થી મદદનીશ જિલ્‍લા રજિસ્‍ટ્રારશ્રીને તા.૩૧/૮/૮૧ના જાહેરનામાનાથી પંચાયત વિભાગને સુપ્રત થયેલ કલમોના અનુસંધાને તેમજ જુદા જુદા પ્રકારના અનુસુચિ અનુસારના પાવર્સ ઓફ ડેલીગેશન જાહેરનામા દવારા કામગીરી અીિધકૃત કરવામાં આવેલા છે. આમ જિલ્‍લા પંચાયત હેઠળ સહકારી પ્રવૃતિના વિકાસ માટે અને સહકારી પ્રવૃતિ પર દેખરેખ અને કામગીરી માટેના અધિકારો સુપ્રત કરવામાં આવેલ છે અને તે અન્‍વયે કાયદાકીય કામગીરી કરવામાં આવે છે.

ભાવનગર જિલ્‍લામાં સહકારી પ્રવૃતિમાં મુખ્‍યત્‍વે ગ્રામ્‍ય કક્ષાએ સેવા સહકારી મંડળીઓ કામ કરે છે. જે ભાવનગર ડીસ્‍ટ્રીકટ કો. ઓપ. બેંક લી. પાસેથી કે.સી.સી., મઘ્‍યમ મુદત તેમજ ઘર વપરાશની ચીજ વસ્‍તુઓની પરમાવધી શાખ મંજુર કરીને નાણાં મેળવે છે અને મંડળીઓ દવારા પોતાના સભ્‍યોને ધિરાણ થાય છે. મુખ્‍યત્‍વે ગ્રામ્‍ય કક્ષાએ સેવા સહકારી મંડળીઓ કાર્યરત હોય છે. મંડળીઓ દવારા ખેતી માટેના જરુરી ખાતર તથા રાસાયણીક દવાઓની ખરીદ વેચાણની કામગીરી થાય છે. ટુંકમાં મંડળીઓનો વિકાસ મર્યાદીત છે. અન્‍ય પ્રકારની મંડળીઓ શહેરી વિસ્‍તારમાં ક્રેડીટ શરાફી મંડળીઓ વ્‍યાપેલ છે. તેમજ ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારમાં મજરુ સહકારી મંડળીઓ પણ કામ કરી રહેલ છે. તેમજ ગ્રાહક ભંડારો પણ ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારમાં આવેલ છે. કન્‍ઝયુમર્સ પ્રવૃતિનો વિકાસ થાય તે ઉદેશ રહેલ છે. સહકાર શાખાની તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીશ્રીની કચેરીમાં તાલુકા વિકાસ અધિકારીનાનિયંત્રણ હેઠળ પંચાયત કેડરના કર્મચારી વિસ્‍તરણ અધિકારી(સહકાર) કામ કરે છે. અને તાલુકા કક્ષાએથી સહકારી પ્રવૃતિને લગતી જરુરી માહિતી સંકલીત કરવામાં આવે છે. આ ઉપતરાંત વિસ્‍તરણ અધિકારી(સહકાર)દવારા નવી મંડળીઓની નોંધણી, પેટા કાયદા સુધારા અન્‍ય કાયદાકીય કામગીરી માટે માર્ગદર્શન આપવાની પણ કામગીરી કરવામાં આવે છે. ગ્રામ્‍ય કક્ષાએ નવી મંડળીઓની નોંધણીની દરખાસ્‍તોની તથા પેટા કાયદા સુધારાની દરખાસ્‍તોની ચકાસણી નિયત કરેલ ચકાસણી ફોર્મમાં કરી ખુટતા પુરાવા-માહિતી મેળવી તાલુકા વિકાસ અધિકારીશ્રી મારફતે મંજુર માટે મોકલી આપવાની કામગીરી કરવામાં આવે છે. ઉપરોત સહકારી મંડળીઓની મુલાકાત અને તપાસણીની કામગીરી કરવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 11/6/2019

વપરાશકર્તાઓ : 681112