×

પ્રસ્તાવના

કૃષિ અને ઋષ‍િએ ભારતીય સંસ્કૃતિના બે મુખ્ય આધારસ્તંભ છે. ખેતી આપણે આદિકાળથી કરતા આવ્યા છીએ. ભારતના અર્થતંત્રમાં ખેતી એક અગત્યનો ભાગ ભજવે છે. જો ખેતી નિષ્ફળ જાય તો અર્થતંત્ર ઉપર ગંભીર અરસો જોવા મળે છે. આમ, દેશના અર્થતંત્રને મજબુત બનાવવામા કૃષિક્ષેત્રને એક મુખ્ય આધારસ્તંભ ગણી શકાય.

ભાવનગર જિલ્લાની ખેતી વૈવિઘ્ધતા સભર છે. સંશોધનના પરિણામે જ ક્રાંતી આવી છે. સંશોધનના પરિણામે ખેડુતો સુધી પહોચે તે માટે ખેતીવાડી શાખા ઘ્વારા વ્યવસ્થિત માળખુ ગોઠવવામાં આવેલ છે. ભાવનગર જિલ્લામા ખેતી વાડી શાખામાં બે પેટા વિભાગ છે. બંને પેટા વિભાગમાં મદદનીશ ખેતી નિયામક (વિ) છે. તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી) છે. અંતરિયાળ ગામડા સુધી માહિતી પહોચે તે માટે ગ્રામ્ય લેવલે ગ્રામ સેવક છે. કેન્દ્ર સરકારની અને ગુજરાત સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતરીયાળ ગામડાના નાનામાં નાના ખેડુતને લાભ મળે તેથી ખેતી સઘ્ધર થાય. ખેડુત સમૃઘ્ધ થાય તેવુ આયોજન કરવામાં આવેલ છે. અને તે રીતે જ અમલીકરણ પણ કરવામાં આવે છે.

ભાવનગર જિલ્લો ઈ ગ્રામમાં પ્રથમ રહયો છે. આ ખેતીવાડીની વેબસાઈટ ઘ્વારા છેલ્લામાં છેલ્લા સંશોધનો અને માહીતીનો ખેડુત ઉપયોગ કરે તે માટે આ માહીતી તૈયાર કરેલ છે. આ વેબસાઈટ ખેડુતોને જરૂરથી ઉપયોગી થશે તેવુ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનું માનવું છે.