×

એઇડ્સ

  • એઈડસ એ રોગ નથી એ એક પરિસ્થિતિ છે કે જેમાં શરીરની સ્વરક્ષણની શકિત ઘટી જતાં શરીરને ઘણાં પ્રકારનાં રોગ થવાનું જોખમ વધી જાય છે.
  • શરીરનાં વજનમાં દેખીતા કારણ વગર ૧૦% કે તેથી વધુ પ્રમાણમાં ઘટાડો થવો
  • અજાણ્યા કારણોસર એક માસથી વધુ સમય સુધી તાવ રહેવો.
  • એકજ વફાદાર સાથે જાતીય સંબંધ રાખવો, નિરોધનો ઉપયોગ કરવો
  • જોખમી જુથો તથા અજાણી વ્યકિતઓ સાથે સંભોગ કદી નહીં.
  • લોહી ચઢાવવું ખૂબ જ જરૂરી હોય તો લોહીનું પરીક્ષણ કરાવી, એચ.આઈ.વી. ચેપ રહીત છે તેની ખાત્રી કરાવી લેવી.
  • ધંધાદારી રકતદાતાઓ તથા જોખમી જુથવાળી વ્યકિતઓનું લોહી લેવાનું ટાળો.
  • જંતુ મુકત કર્યા વગરની સીરીંજ-નીડલનો ઉપયોગ કરવો નહીં
  • શકય હોય ત્યાં સુધી ઈન્જેકશનો લેવાનું ટાળો, ઈન્જેકશનને બદલે ગોળીઓ-પ્રવાહી દવા લેવાય તે સલાહભર્યુ છે.
  • એઈડસના દર્દીઓને સિવિલ હોસ્પીટલ ખાતે તપાસી અને રીફર કરવામાં આવે છે.