ભાવનગર પશુપાલન શાખા જિલ્લા પંચાયત,કચેરીનું મુખ્ય કાર્ય જિલ્લામાં આવેલ તમામ પશુઓનાં આરોગ્યની જાળવણી,રોગચાળો અટકાવવા રસીકરણની કામગીરી તથા રોગચાળો થાય ત્યારે લેવાનાં થતાં પગલાં વધારે દૂધ ઉત્પાદન અર્થે કૃત્રિમ બીજદાન,પશુસારવાર,પશુપાલન શિબીરોનું આયોજન કરી પશુપાલકોમાં જાગૃતિ લાવવા જિલ્લાનં અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ દ્વારા અમલીકરણ કરાવવું.પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓનું અમલીકરણ કરાવવું.જિલ્લાનાં નોડલ અધિકારી તરીકે જિલ્લામાં આવેલ તમામ પશુપાલન ખાતાની કચેરી(રાજ્ય સરકાર હસ્તક)ની તથા સર્વોત્તમ ડેરી,શિહોર સાથે સંકલન કરી પશુપાલનને લગતી કામગીરીનું આયોજન કરવું.