×

સીડીપી-૩

રાજ્યની નવીન જિલ્લા/તાલુકા પંચાયતોના માળખાને સંગીન બનાવવા માટે સીડીપી-૩ની યોજના અમલમાં મુકેલ છે, જે અંતર્ગત જિલ્લા/તાલુકા પંચાયતોને તેમની કચેરીના મકાનો, અધિવેશન માટેના સભાખંડો,કર્મચારી આવાસો બાંધવા તેમજ કચેરીનું ફર્નિચર અને વાહન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે રાજ્ય સરકાર ધ્વારા નાણાકિય સહાય/ગ્રાંટ આપવામાં આવે છે.

જુની જિલ્લા/તાલુકા પંચાયતોના મકાનોને રીપેરીંગ/બાંધકામ માટે અનુદાનની યોજના.

 • જે જુની જિલ્લા/તાલુકા પંચાયતોના મકાનો જર્જરીત થઇ ગયેલ છે અને જેમનું સ્વભંડોળ રીપેરીંગ/બાંધકામ માટે પૂરતુ નથી તેવી પંચાયતોને આ યોજના હેઠળ નાણાકીય
 • જિલ્લા/તાલુકા પંચાયતની સ્વભંડોળની આવક એટલે સંબંધિત જિલ્લા/તાલુકા પંચાયતની વાર્ષિક આવક કે જે રકમ સંબંધિત જિલ્લા/તાલુકા પંચાયતના અંદાજપત્રમાં દર્શાવેલ હોય, અને તે રકમને વિકાસ કમિશ્નર કચેરીના મુખ્ય હિસાબી અધિકારી ધ્વારા પ્રમાણીત કરેલી હોય તે ર
 • જે જિલ્લા/તાલુકા પંચાયતના સ્વભંડોળની વાર્ષિક આવક અનુક્રમે રૂ.૫૦.૦૦ લાખ અને ૨૦.૦૦ લાખથી ઓછી છે તમને રીપેરીંગ કામના ખર્ચ પેટે અનુક્રમે રૂ.૨૫.૦૦ અને રૂ.૨૦.૦૦ લાખનું અનુદાન મંજુર કરવામાં આવશે.
 • જે જિલ્લા/તાલુકા પંચાયતનું મકાન રીપેરીંગ કરવાનું છે તે મકાનના રીપેરીંગ કામના નકશા અને અંદાજો સક્ષમ કક્ષાએ મંજુર કરેલા હોવા જોઇશે.
 • જે તે જિલ્લા/તાલુકા પંચાયતના મકાન રીપેરીંગની કામગીરી પૂર્ણ થયા બાદ રીપેરીંગની કામગીરી નિયત થયેલ ધોરણો પ્રમાણે થયેલ છે તે મતલબનું પ્રમાણપત્ર સક્ષમ સત્તાધિકારીએ રાજ્ય સરકાર/વિકાસ સમિશ્નરશ્રીને રજુ કરવાનું રહેશે.

જે જુની જિલ્લા/તાલુકા પંચાયતના મકાનો રીપેરીંગ કરીને ચલાવી શકાય તેમ નથી તેવી જિલ્લા/તાલુકા પંચાયયોના બાંધકામ માટે અનુદાનની યોજના.

 • જે જિલ્લા/તાલુકા પંચાયતના સ્વભંડોળની વાર્ષિક આવક અનુક્રમે રૂ.૧.૦૦ કરોડ અને ૫૦.૦૦ લાખથી ઓછી છે તેવી જિલ્લા/તાલુકા પંચાયતની કચેરીના મકાનના બાંધકામ/હયાત મકાનમાં વધારાની સગવડ ઉભી કરવા માટે અનુક્રમે રૂ.૧.૦૦કરડ અને રૂ.૪૦.૦૦ લાખની મર્યાદામાં અનુદાન મંજુર કરવામાં આવશે.
 • જે જિલ્લા/તાલુકા પંચાયતના મકાનો સંપૂર્ણ રીતે જર્જરીત થઇ ગયેલ છે અને રીપેરીંગ થઇ શકે તેવા નથી તેવી જિલ્લા/તાલુકા પંચાયતો માટે અનુક્રમે રૂ.૪.૦૦ કરોડ અને ૮૦.૦૦ લાખની મર્યાદામાં અથવા માર્ગ અને મકાન વિભાગના એસાઓઆર મુજબ જે રકમના અંદાજો નક્કી થાય તે બેમાંથી જે રકમ ઓછી હોય તેની મર્યાદામાં રકમ મંજુર કરવામાં આવશે.આ અનુદાનની રકમ ત્રણ તબક્કે એટલે કે પ્રથમ ૨૫ ટકા બાંધકામ પ્લીન્થ લેવલે આવે ત્યારે બીજા ૫૦ ટકા અને છેલ્લે ૨૫ ટકા લેખે અનુદાનની ફાળવણી કરવામાં આવશે. મકાન બાંધકામની કામગીરી ત્રણ વર્ષની અંદર પૂર્ણ કરવાની
 • આ યોજના હેઠળ લાભ મેળવવા માટે સંબંધિત જિલ્લા/તાલુકા પંચાયતે તેમનું જુનુ મકાન રીપેરીંગને પાત્ર નથી તેવુ સર્ટીફિકેટ માર્ગ અને મકાન વિભાગ ધ્વારા અધિક્રુત કરેલ સક્ષમ સત્તા અધિકારી આપે તે પછી જ વિચારણાને પાત્ર ઠરશે.
 • મકાનના નકશા અને અંદાજો રાજ્ય સરકારે-માર્ગ અને મકાન વિભાગ ધ્વારા અધિક્રુત કરેક સક્ષમ અધિકારી ધ્વારા બનાવેલા અને પ્રમાણીત કરેલા હોવા જોઇએ.
 • આવેલ માંગણીઓ પૈકી સૌથી વધુ જરૂરીયાતવાળી અને અલ્પવિકસીત-પછાત વિસ્તાર ધરાવતી જિલ્લા/તાલુકા પંચાયતોને અનુદાનની રકમની ફાળવણીમાં સરકાર કક્ષાએથી પ્રાથમિકતા આપવામાં આવશે.
 • ઉપર જણાવેલ શરતો પરીપૂર્ણ કરતી હોય તેવી જિલ્લા/તાલુકા પંચાયતોને રાજ્ય સરકાર પાસે ઉપલબ્ધ ગ્રાંટની મર્યાદામાં અનુદાન મંજુર કરવામાં આવશે.આ અનુદાન જિલ્લા/તાલુકા પંચાયતને અધિકારની રૂએ મળવાપાત્ર ઠરશે નહિ પરંતુ, રાજ્ય સરકાર જાહેરહિતમાં, વહીવટી સુગમતાને ધ્યાને લઇ,માંગણીવાળી જે તે જિલ્લા/તાલુકા પંચાયતને અનુદાન આપવા અંગે નિર્ણય કરશે