×

શિબિર

  • પ્રીનેટલ ડાયગ્નોસ્ટીક ટેકનીક એકટ

    આ કાર્યક્રમ અંતર્ગત સરકારી, ટ્રસ્ટ તથા ખાનગી તબીબો, લેબોરેટરી કે જેઓ સોનોગ્રાફી મશીન ધરાવે છે તેઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અને આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગર્ભનું જાતિય પરિષણ કરી અન અધિકૃત રીતે કરવામાં આવતા ગર્ભપાતના કેસો રોકવાનો છે. જો અન અધિકૃત રીતે ગર્ભનું જાતિ પરિક્ષણ કરનાર સાબીત થાય તો ડોકટર કે કર્મચારીને ગુના બદલ દંડ તથા સજાની જોગવાઈ છે.

  • આઈ.ડી.ડી. કાર્યક્રમ

    જિલ્લામાં આયોડીનની ખામીથી થતા રોગો અટકાવવા માટે લોકો આયોડીન યુકત મીઠાનો ઉપયોગ કરે તે માટે આ કાર્યક્રમ ચલાવવામાં આવે છે. જેમાં શીબીરો અને વર્કશોપ કરી પ્રચાર, પ્રસારની કામગીરી કરવામાં આવે છે. અને આઈ.ડી.ડી. કીટ ઘ્વારા મીઠાના સેમ્પલ લઈ આયોડીનની માત્રા માપવામાં આવે છે.

  • એડોલેશન એનીમીયા કાર્યક્રમ

    સરકારશ્રી ઘ્વારા તરૂણીઓમાં લોહીની ઉણપ દુર કરવા માટે ધો. ૮ થી ૧ર માં ભણતી તમામ તરૂણીઓને તેમના કલાસરૂમમાં જ દર બુધવારે એક ગોળી આર્યન ફોલીક એસીડની ગળાવવામાં આવે છે. આ કાર્યક્રમ જે તે હાઈસ્કુલના સહકારથી ચલાવવામાં આવે છે.

  • આઈ.ડી.એસ.પી.

    આ કાર્યક્રમ ગુજરાત સરકાર તથા વિશ્વ આરોગ્ય સંસ્થા ઘ્વારા સંલગ્ન રીતે ચલાવવામાં આવે છે. જમાં પ્રા. આ. કે. , સા. આ. કે. કક્ષાએ આવતા વિવિધ રોગોના દર્દીઓની અલગથી તારવણી કરી દર અઠવાડીએ જિલ્લા કક્ષાએ તથા જિલ્લા કક્ષાએથી રાજય કક્ષાએ રીપોટીંગ કરવામાં આવે છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કોઈપણ જાતના રોગચાળાને તાત્કાલીક શોધી તેને નિયંત્રણ કરવાનો છે.

  • રાષ્ટ્રિય પોલિયો નાબુદી અભિયાન

    આ કાર્યક્રમમાં સરકારશ્રી ઘ્વારા વખતોવખત નકકી થતા રાઉન્ડ મુજબ ૦ થી પ વર્ષના તમામ બાળકોને એકી સાથે અને એક જ સમયમાં પોલિયોની રસીના બે ટીપા પીવડાવવામાં આવે છે. આ કાર્યક્રમનો હેતુ પોલિયોને ભારતમાંથી નેસ્ત નાબુદ કરવાનો છે. આ કામગીરી માટે આરોગ્ય કર્મચારીઓ ઉપરાંત શિક્ષકો, આંગણવાડી વર્કર, અન્ય સરકારી કર્મચારીઓ, સામાજીક,શૈક્ષણીક સંસ્થાઓનો સહયોગ લેવામાં આવે છે.

    વધુમાં પોલિયો નાબુદિ માટે શંકાસ્પદ પોલિયોના કેસો શોધવાની કામગીરી કરવામાં આવે છે. જે શંકાસ્પદ કેસો મળે તેઓનું સ્ટુલ સેમ્પલ લઈ વધુ તપાસ અર્થે મોકલવામાં આવે છે. આ કામગીરીનું પણ જિલ્લા લેવલે અને રાજય લેવલે અઠવાડીક મોનીટરીંગ, રીપોટીંગ કરવામાં આવે છે.

  • રાષ્ટ્રિય ટી.બી. નિયંત્રણ કાર્યક્રમ

    રાષ્ટ્રિય ટી.બી. નિયંત્રણ કાર્યક્રમ અન્વયે ટી.બી.ના દર્દીની ઓળખ કરી ધરે બેઠા સારવાર આપવામાં આવે છે. લેપ્રસી કાર્યક્રમ અંતર્ગત પણ કેસની શોધખોળ કરી દર્દીને ધરે બેઠા સારવાર આપવામાં આવે છે.

  • મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ

    મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ધનિષ્ઠ સર્વેલન્સ કરી લોહીના નમુનાઓ એકત્ર કરી જરૂરી સારવાર આપવામાં આવે છે.

  • કવોલીટી એશ્યોરન્સની કામગીરી

    જિલ્લા પંચાયતમાં કવોલીટી એશ્યોરન્સની ઓફીસ છે જેના ઘ્વારા જિલ્લામાં આવેલ તમામ સરકારી / બિન સરકારી હોસ્પીટલ / દવાખાનાનું મોનીટરીંગ કરવામાં આવે છે.