×

પ્રસ્તાવના

જિલ્લા પંચાયત ભાવનગરના કાર્યક્ષેત્ર હેઠળ વિકાસ શાખા કાર્યરત છે. જેના નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તરીકે શ્રી એમ.ડી.ચુડાસમા કરજ બજાવે છે.

દરેક માનવીની જીવન જરૂરીયાત માટે પોતાનું આગવુ ઘર હોવું ખુબ જરૂરી છે. ભારત સરકારશ્રી ધ્વારા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો તેમજ જમીન વિહોણા ખેત મજુરોને મકાન બાંધવા માટે સહાય આપવાની યોજનાઓ અમલમાં મૂકી છે.જેને લીધે કોઇપણ માનવી ઘર વિહોણા રહી ન જાય. જિલ્લાના આર્થીક અને સામાજીક રાતે પછાત ગામોના વિકાસના કામો જેવા કે પીવાના પાણીની પાઇપલાઇન,પ્રા.શાળાની કંપાઉન્ડ વોલ, પંચાયત ઘર રીપેરીંગ તથા ઢોરને પીવાના પાણીનો અવાડો તેમજ ગ્રામ્ય રસ્તાઓ,વીજળીકરણ વગેરે માટે જરૂરી અનુદાન ફાળવવામાં આવતું હોય છે. જેના થકી ગામ વિકાસના પંથે જઇ શકે છે.