ભાવનગર જિલ્લો એગ્રોકલાઈમેટીક ઝોન-૬ અને ૬ માં આવેલો છે. સરેરાશ ર૦ ઈંચ વરસાદવાળા સૌરાષ્ટ્રમાં ૧૦૦ વર્ષમાંથી ૪૭ વર્ષ દુષ્કાળના ગયા છે. દુષ્કાળના વર્ષોમાં સેકડો ગામોમાં પીવાના પાણીના ફાંફા પડતા હતા. પરંતુ, છેલ્લા પાંચ વર્ષમાં ખેત તલાવડી, પાકા ચેકડેમ, બોરીબંધ જેવા જળસંચયના અનેક કામો થવાથી વહી જતુ વરસાદનું પાણી અટકાવી ધીમે ધીમે ભુગર્ભમા જળસંગ્રહ થયેલ છે અને ભુગર્ભ જળસંગ્રહ સપાટી ઉપર આવેલ છે. જેનો સીધો અને આડકતરો ફાયદો ખેતીમા થાય છે. આપણે જાણીએ છીએ કે પાણીનો મહત્તમ વપરાશ કૃષિક્ષેત્ર ઘ્વારા થાય છે.
ભાવનગર જિલ્લામાં ખેતી નીચે પ,પ૬,૦૦૦ હેટકર જમીન છે. તે પૈકી ........... વિસ્તાર હેકટર પિયત નીચે આવરી લેવામાં આવેલ છે.
જિલ્લામાં પિયતના સાધનોમાં મોટી સિંચાઈ યોજનાઓ, નાની સિંચાઈ યોજનાઓ મારફત કેનાલ ઘ્વારા પિયત કરવામાં આવેછે. આ ઉપરાંત જિલ્લામાં ચેકડેમ, બંધારા, કુવા, બોરવેલ વગેરે ઘ્વારા પિયત કરવામાં આવે છે.