×

કર્મચારીની નિવૃત્તી

ગુજરાત મુલ્કી સેવા(પેન્શન) નિયમો-૨૦૦૨ નાં નિયમો ની જોગવાઇ મુજબ વર્ગ-૩ નાં કર્મચારીઓને તેઓ ૫૮ વર્ષ ની વયે પહોંચે ત્યારે અને વર્ગ-૪ નાં કર્મચારીઓને તેઓ ૬૦ વર્ષ ની વયે પહોંચે ત્યારે તેઓને સરકારી સેવા માંથી નિવૃત્ત થવાની પરવાનગી આપવામાં આવે છે. આ કર્મચારીઓ જે માસમાં ૫૮/૬૦ વર્ષની વયે પહોંચે તે માસનાં છેલ્લા દિવસે કચેરી સમય બાદ તેમને નિવૃત્ત કરવાનાં રહે છે.

  • સ્વૈચ્છિક નિવૃત્તી

    ગુજરાત મુલ્‍કી સેવા (પેન્‍શન) નિયમો- ૨૦૦૨ ના નિયમો ની જોગવાઇ મુજબ વર્ગ- ૩ ના અને વર્ગ – ૪ ના કર્મચારીઓને સુધારેલ પેન્‍શનના જી.સી.એસ.આર. પેન્‍શન નિયમો – ૨૦૦૨ – ૪૮/૪૯ હેઠળ કર્મચારીની ફરજ નો સમયગાળો ૨૦ વર્ષ અથવા ૨૫ વર્ષ ઉપરનો હોય તો સ્‍વૈચ્‍છિક નિવૃત થઇ શકે છે.

  • ફરજીયાત નિવૃત્તી

    કર્મચારી સામે વધારે પ્રમાણમાં ગંભીર ખાતાકીય તપાસો ચાલતી હોય આથી તેમને સરકારી સેવામાં ચાલુ રાખવા જાહેર હિતમાં યોગ્ય ન હોય તો સરકાર તેમને ફરજીયાત નિવૃત્ત કરી શકે છે.