×

કર્મચારીઓને નિમણુંક

ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી(સામાન્ય) નિયમો-૧૯૯૮ માં દર્શાવ્યા મુજબનાં સંવર્ગ ની મંજુર જગ્યાઓ પૈકી ની ખાલી જગ્યામાં તેમનાં ભરતીનાં નિયમો અનુસાર સીધી ભરતી અને બઢતીનાં રેશીયા મુજબ સીધી ભરતી થી અને બઢતી આપીને કર્મચારીઓને નિમણુંક આપવામાં આવે છે.

ખાલી જગ્યાનાં પ્રમાણમાં રેશીયા મુજબ ભરવાની થતી સીધી ભરતીની જગ્યા ભરવા પંચાયત વિભાગ મારફત સરકારશ્રીની મંજુરી મેળવી તેનાં માંગણી પત્ર ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ અથવા જીલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિને મોકલવામાં આવે છે. બોર્ડ/સમિતિ તરફથી જાહેરાત આપી ભરતી કરી પસંદગીયાદી તૈયાર કરી મોકલવામાં આવે છે. જે પસંદગીયાદી ઉપરથી નિમણુંકનાં આદેશો કરવામાં આવે છે