×

શાખાની કામગીરી

  • આરોગ્ય શાખાના મહેકમના કર્મચારીઓની નિમણુંક તેમજ નિયંત્રણની કામગીરી
  • આરોગ્ય શાખા હેઠળના વર્ગ-૨ના અધિકારીની કામગીરીનું મુલ્યાંકન તેમજ નિયંત્રણ
  • જાહેર આરોગ્ય અંગેની કામગીરી
  • રાષ્ટ્રિય કાર્યક્રમો અંગેની કામગીરી, દેખરેખ અને નિયંત્રણ
  • પ્રાથમીક આરોગ્ય કેન્દ્રોની દેખરેખ અને નિયંત્રણ
  • જીલ્લા રજીસ્ટ્રાર, જન્મ-મરણ અંગેની કામગીરી
  • પ્રજનન, બાળ આરોગ્ય અને આરોગ્યના કાર્યક્રમોનું નિયમન
  • સગર્ભા માતાઓની કાળજી તેમજ નવજાત શિશુ તથા બાળકોની કાળજી
  • આર. સી. એચ કાર્યક્રમ અંતર્ગત આઈ. ઈ. સી. સી. કામગીરીનું આયોજન અને અમલીકરણ
  • રોગચાળા નિયંત્રણ અંગેની કામગીરી
  • મેલેરીયા નિયંત્રણ અંગેની કામગીરી
  • કુટુંબ કલ્યાણ, અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ
  • આરોગ્ય તંત્રનું નિયંત્રણ
  • શાળાના બાળકોની આરોગ્યની તપાસણી
  • રસીકરણ કાર્યક્રમ,
  • ભાવનગર જિલ્લામાં ૭ તાલુકા હેલ્થ ઓફીસ, ૪૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૧૭ સામુહિક આરોગ્ય કેન્દ્રો તથા ર જનરલ હોસ્પીટલ અને ૩૬૦ સબ સેન્ટર આવેલા છે. જેમાં નીચે મુજબની કામગીરી ગ્રામ્ય કક્ષાએ / શહેરી વિસ્તારમાં પુરી પાડવામાં આવે છે

  • માતાનું આરોગ્ય

    માતાનું આરોગ્ય માતાની સગર્ભાવસ્થા દરમ્યાન નોંધણી કરવામાં આવે છે. આવશ્યક સેવાઓ પુરી પાડવામાં આવે છે.

  • બાળ આરોગ્ય

    બાળ આરોગ્ય નવજાત શીશુની સંભાળના જુદા જુદા પાસાઓની સલાહ આપવામાં આવે છે

  • ઈમ્યુનાઈઝેશન કાર્યક્રમ

    ઈમ્યુનાઈઝેશન કાર્યક્રમમાં દર સોમવારે પ્રા. આ. કે. તથા સા. આ. કે. પર પ્રથમ બુધવારે હેડકવાર્ટરના ગામમાં તથા અન્ય બુધવારે પેરીફેરીના અન્ય ફાળવેલ ગામોમાં નકકી થયા મુજબ રસીકરણ કામગીરી કરવામાં આવે છે.

  • અન્ય કામગીરી

    આરોગ્ય કર્મચારી મારફત આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેવામાં આવે છે. આંગણવાડીમાં આવતા તમામ બાળકોને જરૂરી રસીઓ આપવામાં આવે છે.

  • શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ

    દર વર્ષે સરકારશ્રીની સૂચના અનુસાર કાર્યક્રમ નકકી કરી જિલ્લાના તમામ ૦ થી ૧૮ વર્ષના બાળકોની પ્રા. આ. કે. ના મેડીકલ ઓફીસરશ્રી ઘ્વારા શારિરીક તપાસણી કરવામાં આવે છે અને સ્થળપર જરૂરી સારવાર આપવામાં આવે છે. જરૂરીયાતવાળા લાભાથીને વધુ સારવાર માટે જીલ્લા કક્ષાની હોસ્પિટલ ખાતે તથા અમદાવાદ ખાતેની સીવીલ હોસ્પિટલ ખાતે મફતમા સારવાર પુરી પાડવામા આવે છે. બી.પી.એલના લાભાથીને સુપરસ્પેશ્યાલીસ્ટ સારવાર માટે રાજય બહાર સારવાર પુરી પાડવામા આવે છે.

  • કુટુંબ કલ્યાણની વિવિધ સેવાઓ

    કુટુંબ કલ્યાણ કામગીરીમાં જન્મ દર ધટાડવા માટે, વસ્તીને નિયંત્રણમા રાખવા માટે કાયમી અને બીન કાયમી પઘ્ધતિઓનો ઉપયોગ કરવાની સેવાઓ આપવામાં આવે છે.

  • રાષ્ટ્રિય પ્રસુતિ સહાય યોજના

    આ યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોમાં સગર્ભાવસ્થા દરમ્યાન સહાય આપવાની યોજના છે.

  • પ્રીનેટલ ડાયગ્નોસ્ટીક ટેકનીક એકટ

    આ કાર્યક્રમ અંતર્ગત સરકારી, ટ્રસ્ટ તથા ખાનગી તબીબો, લેબોરેટરી કે જેઓ સોનોગ્રાફી મશીન ધરાવે છે તેઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અને આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગર્ભનું જાતિય પરિક્ષણ કરી અન અધિકૃત રીતે કરવામાં આવતા ગર્ભપાતના કેસો રોકવાનો છે. જો અન અધિકૃત રીતે ગર્ભનું જાતિ પરિક્ષણ કરનાર સાબીત થાય તો ડોકટર કે કર્મચારીને ગુના બદલ દંડ તથા સજાની જોગવાઈ છે.

  • આઈ.ડી.ડી. કાર્યક્રમ

    જિલ્લામાં આયોડીનની ખામીથી થતા રોગો અટકાવવા માટે લોકો આયોડીન યુકત મીઠાનો ઉપયોગ કરે તે માટે આ કાર્યક્રમ ચલાવવામાં આવે છે. જેમાં શીબીરો અને વર્કશોપ કરી પ્રચાર, પ્રસારની કામગીરી કરવામાં આવે છે. અને આઈ.ડી.ડી. કીટ ઘ્વારા મીઠાના સેમ્પલ લઈ આયોડીનની માત્રા માપવામાં આવે છે.

  • એડોલેશન એનીમીયા કાર્યક્રમ

    સરકારશ્રી ઘ્વારા તરૂણીઓમાં લોહીની ઉણપ દુર કરવા માટે ધો. ૮ થી ૧ર માં ભણતી તમામ તરૂણીઓને તેમના કલાસરૂમમાં જ દર બુધવારે એક ગોળી આર્યન ફોલીક એસીડની ગળાવવામાં આવે છે. આ કાર્યક્રમ જે તે હાઈસ્કુલના સહકારથી ચલાવવામાં આવે છે.

  • આઈ.ડી.એસ.પી.

    આ કાર્યક્રમ ગુજરાત સરકાર તથા વિશ્વ આરોગ્ય સંસ્થા ઘ્વારા સંલગ્ન રીતે ચલાવવામાં આવે છે. જેમાં પ્રા. આ. કે. , સા. આ. કે. કક્ષાએ આવતા વિવિધ રોગોના દર્દીઓની અલગથી તારવણી કરી દર અઠવાડીએ જિલ્લા કક્ષાએ તથા જિલ્લા કક્ષાએથી રાજય કક્ષાએ રીપોટીંગ કરવામાં આવે છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કોઈપણ જાતના રોગચાળાને તાત્કાલીક શોધી તેને નિયંત્રણ કરવાનો છે.

  • રાષ્‍ટ્રીય પોલિયો નાબુદી અભિયાન

    રાષ્‍ટ્રીય પોલિયો નાબુદી અભિયાન આ કાર્યક્રમમાં સરકારશ્રી ઘ્વારા વખતોવખત નકકી થતા રાઉન્ડ મુજબ ૦ થી પ વર્ષના તમામ બાળકોને એકી સાથે અને એક જ સમયમાં પોલિયોની રસીના બે ટીપા પીવડાવવામાં આવે છે. આ કાર્યક્રમનો હેતુ પોલિયોને ભારતમાંથી નેસ્ત નાબુદ કરવાનો છે. આ કામગીરી માટે આરોગ્ય કર્મચારીઓ ઉપરાંત શિક્ષકો, આંગણવાડી વર્કર, અન્ય સરકારી કર્મચારીઓ, સામાજીક, શૈક્ષણીક સંસ્થાઓનો સહયોગ લેવામાં આવે છે.
    વધુમાં પોલિયો નાબુદિ માટે શંકાસ્પદ પોલિયોના કેસો શોધવાની કામગીરી કરવામાં આવે છે. જે શંકાસ્પદ કેસો મળે તેઓનું સ્ટુલ સેમ્પલ લઈ વધુ તપાસ અર્થે મોકલવામાં આવે છે. આ કામગીરીનું પણ જિલ્લા લેવલે અને રાજય લેવલે અઠવાડીક મોનીટરીંગ, રીપોર્ટીંગ કરવામાં આવે છે.

  • રાષ્ટ્રિય ટી.બી. નિયંત્રણ કાર્યક્રમ

    રાષ્ટ્રિય ટી.બી. નિયંત્રણ કાર્યક્રમ અન્વયે ટી.બી.ના દર્દીની ઓળખ કરી ધરે બેઠા સારવાર આપવામાં આવે છે. લેપ્રસી કાર્યક્રમ અંતર્ગત પણ કેસની શોધખોળ કરી દર્દીને ધરે બેઠા સારવાર આપવામાં આવે છે.

  • મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ

    મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ધનિષ્ઠ સર્વેલન્સ કરી લોહીના નમુનાઓ એકત્ર કરી જરૂરી સારવાર આપવામાં આવે છે.

  • કવોલીટી એશ્યોરન્સની કામગીરી

    જિલ્લા પંચાયતમાં કવોલીટી એશ્યોરન્સની ઓફીસ છે જેના ઘ્વારા જિલ્લામાં આવેલ તમામ સરકારી / બિન સરકારી હોસ્પીટલ / દવાખાનાનું મોનીટરીંગ કરવામાં આવે છે.

  • જનની સુરક્ષા યોજના

    આ યોજના અતર્ગત સગર્ભામાતાઓને સરકારશ્રી તરફથી રૂા. પ૦૦/- તથા ટ્રાન્સપોટેશનના રૂા. ર૦૦/- ચુકવવામા આવે છે.

  • ચિરંજીવ યોજના

    પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ એપ્રોચ મુબજ પ્રાઈવેટ દવાખાનામાં સુવાવડ કરાવનાર ડોકટરને રૂ. ર૮૫૦/- તે પૈકી લાભાર્થીને રૂ.ર૦૦/- ટ્રાન્સપોટેશનના અને સાથે આવનારને રૂ.પ૦/- આપવામાં આવે છે.

  • બાલસખા યોજના

    પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ એપ્રોચ મુબજ પ્રાઈવેટ દવાખાનામાં બાળકના જન્મ બાદ લાભાર્થીને ૩(ત્રણ) તપાસ કરવા બદલ ડોકટરને રૂ. ૧૬૯૫/- આપવામાં આવે છે.

  • સરકાર માન્ય કુ.ક. સેવા કેન્‍દ્ર

    સરકાર ઘ્વારા માન્યતા આપવામાં આવેલ કેન્‍દ્ર ઉપર ઓપરેશન મફતમા કરી અાપવામા આવે છે.

  • રાષ્ટ્રીય અંધત્વ નિવારણ પ્રોગ્રામ

    આ પ્રોગ્રામ નીચે બાળકોને ચશ્મા ફ્રી આપવામાં આવે છે.

  • દિકરી યોજના

    આ યોજના નીચે કાયમી ઓપરેશન કરાવનાર લાભાર્થીને ૧ બાળકી હોય તો રૂ. ૬૦૦૦/- ર બાળકી હોય તો રૂ.પ૦૦૦/- નું. એસ.એસ.સી. કે વર્ષનું સર્ટી. આપવામાં આવે છે.

  • બેટી બચાવો અભિયાન

    આ અભિયાન અંતર્ગત પુરુષ - સ્ત્રીના પ્રમાણમાં જે ધટાડો જોવા મળે છે. અને સ્ત્રીઓની સંખ્યા જે ઝડપથી ધટી રહેલ છે. તે માટે લોકોમાં જનજાગૃતિ લાવવા વિવિધ પ્રોગ્રામો સતત કરવાનું આયોજન કરવામાં આવેલ છે.