×

પ્રસ્‍તાવના

પ્રસ્તાવના

જિલ્લાની આરોગ્ય શાખાના સીઘ્ધા નિયંત્રણ અને મોનીટરીંગ દ્વારા બ્લોક કક્ષાએથી પ્રા.આ.કેન્દ્ર થી સબ સેન્ટરથી સેજાના ગામ તથા લોકો સુધી આરોગ્ય વિષયક સુવિધાઓ આપવા માટેનુ સુદ્રઢ માળખું રચાયેલ છે. અને તે મુજબ કામગીરીના કાર્યભાર સામે સિઘ્ધી પ્રાપ્ત કરવા પુરી રીતે કાર્યરત છે ભાવનગર જિલ્લામાં ૭ તાલુકા હેલ્થ ઓફીસ, ૪૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૧૭ સામુહિક આરોગ્ય કેન્દ્રો તથા ર જનરલ હોસ્પીટલ અને ૩૬૦ સબ સેન્ટર આવેલા છે. જેમાં નીચેની સેવાઓ ગ્રામ્ય કક્ષાએ / શહેરી વિસ્તારમાં પુરી પાડવામાં આવે છે. પ્રા. આ. કે. કક્ષાએ એક મેડીકલ ઓફીસર હોય છે જે સ્થાનિક કક્ષાએ લોકોને સારવાર પુરી પાડે છે તથા પ્રા. આ. કે. નીચે આવતા વિસ્તારોની કામગીરીનું મોનીટરીંગ કરે છે. તથા ફાર્માસીસ્ટ જે દવા દેવાની કામગીરી કરે છે. એક લેબોરેટરી ટેકનીશીયન જે લોહી, પેશાબની તપાસ તથા મેલેરિયા માટે લોહીની તપાસણીની કામગીરી કરે છે.

એક બી.આઈ.ઈ.સી.ઓ. કે જે પ્રા. આ. કે. ના સમગ્ર વિસ્તારમાં આરોગ્યના કાર્યક્રમોના પ્રચાર, પ્રસારની કામગીરી કરે છે. એક ફીમેલ હેલ્થ સુપરવાઈઝર અને એક મેઈલ હેલ્થ સુપરવાઈઝર હોય છે જેઓ વિસ્તારની કામગીરીનું મોનીટરીંગ તથા રીપોટીંગ કરે છે. તથા અન્ય કર્મચારીઓમાં પટ્ટાવાળા, આયા વિગેરે હોય છે. સબ સેન્ટર લેવલે એક સ્ત્રી આરોગ્ય કાર્યકર તથા એક પુરુષ આરોગ્ય કાર્યકર હોય છે જેઓ પોતાને સોંપેલ વિસ્તારમાં ધરોધરની મુલાકાત લઈ આરોગ્ય વિષયક સેવાઓ પુરી પાડે છે.