×

ઈતિહાસ

સ્વતંત્રતા પહેલાં ગોહિલવાડ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ભાવનગર રાજ મુખ્ય અને સૌથી મોટું રાજય હતું. ભાવનગર રાજયની સ્થાપના ઇ. સ. ૧૭૨૩ વૈશાખ સુદ ૩ના રોજ વડવા ગામ નજીક મહારાજા ભાવસિંહજીએ કરી હતી. પાલીતાણા, વલ્લભીપુર અને બીજા ઘણા નાના રજવાડાઓ હતાં જે આજે જીલ્લાનો એક ભાગ છે. દેશી રાજયોના વીલીનીકરણ સમયે સરદાર વલ્લભભાઈના ચરણે સૌ પ્રથમ પોતાનું રાજય ધરનાર ભાવનગરના મહારાજા શ્રી કૃષ્‍ણકુમારસિંહજી હતા.