×

પ્રસ્‍તાવના

જિલ્લા પંચાયત - ભાવનગર ગુજરાત રાજ્યની તમામ પંચાયતોમાં આગવી ભાત પાડે છે. જિલ્લા પંચાયત - ભાવનગરનાં પદાધિકારીઓ, અધિકારીઓ, અને કર્મચારીઓની કામ કરવાની શક્તિ, સંપ, ભાઈચારો અને ખેલદીલી અનોખી છે. તેથી જ પ્રથમ રમતોત્સવ, આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ, દુષ્કાળ સમયે રાહત ફાળો, કેટલ કેમ્પમાં ધાસ વિતરણ, કર્મચારીઓની સહકારી મંડળી, કર્મચારી સંધ, રીક્રીએશન ક્લબ, વિગેરે પ્રવૃત્તિ ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયતોને રાહ બતાવે છે. ગુજરાત રાજ્યની વિવિધ યોજનાઓમાં પણ લગભગ ભાવનગર જિલ્લા પંચાયત મોખરે રહે છે.