×

પ્રસ્‍તાવના

પંચાયતી રાજની સ્થાપના ગુજરાતમાં ઈ.સ. ૧૯૬૩માં થઈ ત્યારથી જિલ્લા પંચાયતની વિવિધ પંચાયત સેવા પ્રવ્રુતિઓની કામગીરી તેની વિવિધ શાખાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. ત્યારબાદ સને ૧૯૭૭થી રાજ્યમાં નાની સિંચાઈ યોજના અંગેની કામગીરી માટે પંચાયત સિંચાઈ વિભાગનું માળખુ તૈયાર કરી નાની સિંચાઈ યોજનાને લગતી તમામ કામગીરી પંચાયત સિંચાઈ વિભાગને સોંપવામાં આવે છે.

જિલ્લા મથકે પંચાયત સિંચાઈ વિભાગ,ભાવનગર હસ્તક તથા જિલ્લાના ૧૦ તાલુકામાં થઈને કુલ ૪ (ચાર)પેટા વિભાગ તથા એક વિભાગીય કચેરી આવેલ છે, જે નાની સિંચાઈ યોજનાની કામગીરી માટે કાર્યરત છે.આ વિભાગ દ્વારા ૯૬૮૦ હેક્ટર સિંચાઈ શક્તિ સુધીની નવી નાની સિંચાઈ યોજનાઓ બનાવવા ઉપરાંત હયાત નાનીસિંચાઈ યોજનાની જાળવણી અને મરામતની કામગીરી,સદરહું કામો માટે જમીન સંપાદિત કરી ખેડૂતોને સિંચાઈ માટે મહત્તમ ઉપયોગી થવા માટે યોજનાઓ પુરી કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવે છે આ વિભાગ દ્વારા બાંધવામાં આવેલ ચેકડેમ તથા અનુશ્રવણ તળાવોના મરામતની કામગીરી તેમજ જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી સદસ્યશ્રી દ્વારા સુચવાયેલ તથા સદસ્યશ્રી દ્વારા સરકારના સદરનાં સુચવેલ યોજનાકીય/ચેકડે/અનુશ્રવણ તળાવના મરામત માટેના કાર્યો પેટા વિભાગીય અધિકારીશ્રીઓ દ્વારા સર્વે કરી જરૂરીયાત મુજબના નમૂનામાં દરખાસ્તો બનાવી સરકારશ્રીમાં સૈધ્ધાંતિક મંજૂરી અર્થે મોકલવામાં આવે છે. તથા સૈધ્ધાંતિક મંજૂરી મળ્યે તે કાર્યો હાથ ઉપર લેવામાં આવે છે.

હાલમાં, ગુજરાત સરકારશ્રીનાં સમગ્ર રાજ્યના જળ સંચયના વ્યાપ વધારવાના અભિયાન સુજલામ સુફલામ જળ અભિયાન દ્વારા ભાવનગર જિલ્લામાં ઉક્ત યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૯,૨૦૨૦,૨૦૨૧ અંતર્ગત કુલ ૩૮ નાની સિંચાઈ યોજના ના કામો, ૩૮૨ ચેકડેમ, ૬૩૫ તળાવો ૭૭, ચેકડેમ રીપેરીંગ તથા ૮ નદી સાફ સફાઈ ના કામો હાથ ધરવામા આવેલ. જેથી વર્ષ-૨૦૧૯ મા ૧૭૭.૬૭ કરોડ લિટર વર્ષ-૨૦૨૦ મા ૯૪.૨૧ કરોડ લિટર અને વર્ષ-૨૦૨૧ મા ૨૦૮ કરોડ લિટર પાણી ની સંગ્રહશકિત મા વધારો થયેલ છે.ઉકત કામગીરી બદલ જિલ્લા વહીવટી તંત્ર દ્રારા જળ સંચયના કામ ને બિરદાવવા જિલ્લા કલેકટરશ્રી દ્રારા વિભાગની સિંચાઈ ટીમને પ્રશંશા પત્ર એનાયત કરવામા આવેલ છે.

જિલ્લા પંચાયત હસ્તક ની સિંચાઈ યોજના થકી વર્ષ ૨૦૨૦-૨૧ મા આશરે ૯૦૦ હેકટર મા સિંચાઈ ની સવલત પુરી પાડવામા આવેલ છે.

વર્ષ-૨૦૨૧ માં બેસ્ટ કાર્યપાલક ઇજનેર તથા બેસ્ટ પી.બી શાખાનો એવોર્ડ માન.મુખ્ય ઇજનેર તથા અંગત સચિવ શ્રી દ્વારા આપી સન્માન કરવામાં આવેલ.આ ઉપરાંત ભાલ પંથક માં પાણી ભરાવવાના પ્રશ્નને નિવારવા માટે સભ્ય સચિવ શ્રી  તરીકે કાર્યપાલક ઈજનેરશ્રી,પંચાયત સિંચાઈ વિભાગ,ભાવનગરની નિમણુક કરવામાં આવેલ. તેમજ સફળતા પુર્વક કામગીરી પૂર્ણ કરી દાખલો બેસાડવામાં આવેલ. જેમાં કુલ ૨૫ કિ.મિ લાંબી ચેનલ ને ઊંડી ઉતારવામાં આવેલ અને સુચારૂ રૂપે કામગીરી પૂર્ણ કરી પાણીના પ્રશ્નને નિવારવામાં આવેલ.