×

સ્વચ્છતા જાળવણી

જિલ્લા કક્ષાએથી બ્લોક કક્ષાથી પ્રા.આ.કેન્દ્ર કક્ષાથી પેટા કેન્દ્ર અને કેન્દ્ર વિસ્તારી ગામ સુધી સ્વચ્છતાનું ધોરણ જળવાઇ રહે તે માટે પુરી રીતે ઘ્યાન આપવામાં આવે છે. જે પૈકી ક્ષેત્રીય આરોગ્ય કર્મચારીઓ દ્વારા તેમની સર્વેલન્સ ફેરણી દરમ્યાન ગામોમાં કયાંય પણ ગંદકી, ઉકરડા, કચરાનાં ઢગલા, પાણીના ભરવા, ખાડા - ખાબોંચીયા, પાણીની પાઇપલાઇનો લીકેઝીસ અંગે ઘ્યાને આવેલ બાબતે જે તે સંબધક તરફ જાણ આપી સ્વચ્છતાનું ધોરણ જળવાઇ તથા રોગચાળાની પરિસ્થિતિ નિર્માણ ન થાય તે માટે તકેદારી રાખવામાં આવે છે.

તેમજ ગ્રામ્ય કક્ષાએ તાલુકા પંચાયત / સ્વૈચ્છીક સંસ્થાઓના સંકલનથી સમયાનુસાર કાર્યક્રમ મુજબ યોજાતિ શીબિરોમાં શોષખાડા, ચોકડીઓ બનાવવી, પાણીયારા, નિર્ધુમ ચુલા, પાણીબંધ જાજરૂ બનાવવા વગેરે બાબતે લોકોને પ્રોસ્તાહિત કરી વ્યકિતગત સ્વચ્છતાનું ધોરણ ઉચું લાવવા આરોગ્ય શિક્ષણ પ્રવૃતિઓ પ્રદર્શન સહ યોજવામાં આવે છે.