×

પ્રસ્તાવના

આ શાખા ની કામગીરીનો મુખ્‍ય હેતુ જન સમુદાયમાંથી મેલેરિયા, ડેન્‍ગ્‍યુ, ચિકનગુનીયાનો રોગ થતો અટકાવવો અને ક્રમશઃ નાબૂદ કરવા જાગૃતિ અભિયાન ચલાવવું, જન સમુદાયનો જિલ્‍લા મલેરિયા, ડેન્‍ગ્‍યુ, ચિકનગુનીયા નિયંત્રણ કામગીરીમાં સાથ સહકાર કેળવવો તથા મેલેરિયા નિયંત્રણ આપણા સૌને સ્‍પર્શતી સમસ્‍યા સુત્રને વ્‍યાપકરૂપે જનસમુદાયમાં અભિયાનરૂપે ફેલાવા માટેની ઝુંબેશ સફળતા પુવૅક ચલાવવી.

કેન્દ્ર પૂરસ્કૃત મેલેરીયા નાબૂદી કાર્યક્રમનું યોજનાકીય વિકેન્દ્રીકરણ કરી સને ૧૯૭૮ થી જિલ્લા પંચાયતને આ કાર્યક્રમ સુપ્રત થયેલ છે. વર્ષ ર૦૦૪ થી આ કાર્યક્રમને રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ( એન.વી.બી.ડી.સી.પી.) હેઠળ સાકળવામાં આવેલ છે.

ભાવનગર જિલ્લામાં એન.વી.બી.ડી.સી.પી. કાર્યક્રમ હેઠળ વાહક ઘ્વારા ફેલાતા રોગો જેવાકે મેલેરીયા, ડેન્ગ્યું, ચિકુનગુનીયા વિગેરેના નિયંત્રણ અને સારવારની કામગીરી આ કચેરી ઘ્વારા કરાવવામાં આવે છે. મુખ્યત્વે આ કામગીરીને નીચે મુજબના તબકકાઓમાં વહેચવામાં આવે છે.

  • વહેલું નિદાન અને ત્વરીત સારવાર
  • મિકેનીકલ કંટ્રોલ મેઝર્સ
  • કેમીકલ કંટ્રોલ મેઝર્સ
  • બાયોલોજીકલ કંટ્રોલ મેઝર્સ
  • બીહેવીયર ચેન્જ કમ્યુનીકેશન
  • આઇ.ઇ.સી.એકટીવીટી

વહેલું નિદાન અને ત્વરીત સારવાર એ જાન્‍યુઆરી થી ડીસેમ્‍બર કેલેન્‍ડર વષૅ મૂજબ લક્ષ્‍યાંક આધારીત હોય છે.છેલ્‍લા પાંચ વષૅ દરમિયાન વહેલું નિદાન અને ત્વરીત સારવાર હેઠળ કરેલ લોહીના નમૂનાની તપાસની કામગીરીની વિગતો નીચે મૂજબ છે.

વર્ષ લીધેલ લોહીના નમુના પોઝીટીવ પી.એફ.
ર૦૦૮ ૩૨૭૫૬૧ ૧૧૩૬ ૧૫૩
ર૦૦૯ ૩૪૫૧૩૪ ૮૪૨ ૭૨
ર૦૧૦ ૩૩૪૨૪૪ ૫૩૨ ૨૭
૨૦૧૧ ૩૨૨૯૭૯ ૮૪૫ ૮૬
૨૦૧ર ૩૧૧૦૦૩ ૮૨૫ ૧૫૨

મિકેનીકલ કંટ્રોલ મેઝર્સ, કેમીકલ કંટ્રોલ મેઝર્સ, બાયોલોજીકલ કંટ્રોલ મેઝર્સ, બીહેવીયર ચેન્જ કમ્યુનીકેશન તથા આઇ.ઇ.સી.એકટીવીટી જેવી રોગચાળા વિરોધી વિવિધ ઘનિષ્‍ટ કામગીરી દ્વવારા ભાવનગર જિલ્‍લામાં મેલેરીયા રોગચાળા ને નિયંત્રિત કરી શકાયેલ છે. જિલ્‍લાના ગ્રામ્‍ય વિસ્‍તાર માં વધુ મેલેરીયાગ્રસ્‍ત વિસ્‍તારોમાં તથા મેલેરીયા ભયજનક વિસ્‍તારોમાં સરકારશ્રીની ગાઇડ મુજબ ઘરોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. છેલ્‍લા પાંચ વષ દરમિયાન કરેલ જંતુનાશક દવાના છંટકાવની વિગતો નીચે મૂજબ છે.

વર્ષ જંતુનાશક દવા વસ્‍તી રાઉન્‍ડ ટાર્ગેટ રૂમ સ્‍પ્રે. રૂમ કવરેજ
૨૦૦૮ આલ્‍ફા સાયપરમેથ્રીન ૬૫૦૩૭ ૨૭૩૩૨ ૨૫૩૦૭ ૯૨.૬
૨૦૦૯ ૧૨૩૭૮૫ ૫૧૯૮૩ ૪૭૫૧૫ ૯૧.૪
૨૦૧૦ ૭૬૨૬૫ ૩૨૦૩૧ ૨૯૪૬૦ ૯૨.૦
૨૦૧૧ ૨૫૧૬૬ ૧૦૫૭૦ ૯૫૧૮ ૯૦.૦
૨૦૧૨ ૨૯૬૬૯ ૧૨૨૫૧ ૧૦૫૭૯ ૮૬.૪