×

સ્‍ત્રી / પુરુષ ઓ૫રેશન

(૧) બી.પી.એલ. લાભાર્થી / એસ.સી./એસ.ટી. /લાભાર્થી ને રૂ. ૬૦૦ રોકડ સહાય આપવામાં આવે છે.
(ર) સ્ત્રી નસબંધી એ.પી.એલ. ના લાભાર્થી ઓને રૂ.રપ૦ /- રોકડ સહાય આપવામાં આવે છે.
(૩) પુરૂષ નસબંધી ઓપરેશન અપનાવાર તમામ પુરૂષ નસબંધી લાભાર્થીને રૂ.૧૧૦૦/- રોકડ સહાય આપવામાં આવે છે.
(૪) સ્ત્રી નસબંધી ઓપરેશન તથા પુરૂષ નસબંધી અપનાર - લાભાર્થી લાવનાર ને એ.એન.એમ./ફીમેલ હેલ્થ વર્કર/ આંગણવાડી વર્કર/ આરોગ્ય ગ્રામમિત્ર /મલ્ટીપરપઝ હેલ્થ વર્કર અથવા અન્ય કોઈપણ ખાનગી મોટીવેટર અને બી.પી.એલ. નસબંધી કેસના રૂ.૧પ૦/- તેમજ એ.પી.એલ.લાભાર્થીના નસબંધી કેસના રૂ.૧પ૦/- તેમજ પુરૂષ નસબંધી કેસ લાવનાર ને રૂ.ર૦૦/- રોકડા મોટીવેટર ચાર્જના આપવામાં આવે છે.
ભાવનગર જિલ્લા માં સને. ર૦૦૭-ર૦૦૮ ના વર્ષમાં સ્ત્રી નસબંધીના ૯ર૭ર કેસ થયેલ છે. પુરૂષ નસબંધી (એન.એસ.વી.) ૧૧૯ કેસ થયેલ છે. કુલ ૯૩૯૧ કેસ થયેલ છે.

ઉપરોકત કાર્યકૂમ ને વેગ આપવા નીચેના મુદાઓ અમલમાં આવે તે ખુબ જ જરૂરી છે.

(૧) સદરહું પ્રોગામ ની લોકોમાં જાગૃતિ આવે તે ખુબ જ જરૂરી છે.
(ર) ૧૮ વર્ષની વય સુધી જ યુવતી ના લગ્ન થાય તે જરૂરી છે. તેથી નાની ઉંમરે લગ્ન ન થવા જોઈએ.
(૩) પહેલુ બાળક લગ્નના ત્રણ વર્ષ સુધી ન થાય તે માટે નિરોધ અને મોઢાથી ગળવાની ગોળીઓનો ઉપયોગ કરવો અને બીજા બાળક વચ્ચે પણ આટલો જ ગાળો રાખવો. જે માતા અને બાળક ની બન્ને ની તંદુરસ્તી માટે જરૂરી છે. ત્યાર પછી કુટુંબ કલ્યાણ ની કાયમી પઘ્ધતિ - નસબંધી પઘ્ધતિ અપનાવવી.
(૪) પુરૂષ નસબંધી(એન.એસ.વી.) ઓપરેશન સરળ પઘ્ધતિ છે. જેનાથી કોમ્પ્લીકેશન્સ નહીવત જેવા થાય છે. જેથી પ્રજાજનોએ ઉકત પઘ્ધતિ નો વધારેમાં વધારે લાભ લેવો જોઈએ.
(પ) બે બાળકો પછી નસબંધી અપનાવનાર દંપતિને સરકારશ્રીનું ગ્રીનકાર્ડ વિના મુલ્યે મળે છે