×

સારવાર

તાલુકા હેલ્થ કચેરીના નિયંત્રણ તથા મોનીટરીંગ હેઠળ પ્રા. આ.કેન્દ્ર દ્વારા દરરોજ મેડીકલ ઓફિસરશ્રી દવારા નિયમિત ધોરણે ઓ.પી.ડી. ચલાવી જરૂરીયાત મંદ દર્દીઓને આરોગ્ય કેન્દ્ર કક્ષાએથી જ વિના મુલ્યે નિયત લેબ પરિક્ષણ મુજબ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તદૃ ઉપરાંત સબ સેન્ટર સહ તેમના કાર્યક્ષેત્રના ગામોમાં પણ ક્ષેત્રીય આરોગ્ય કર્મચારીઓ દવારા ઘર થી ઘર ફરી સર્વેલન્સ કામગીરી કરાવી પ્રાથમિક જરૂરી સારવાર પણ આપવમાં આવે છે. તેમજ જિલ્લાનાં મોટા ભાગના ગામોમાં ફીવર ટ્રીટમેન્ટ ડીપો તથા ડ્રગ ડીસ્ટ્રીબ્યુશન સેન્ટર, ઓ.આર.એસ. પેકેટ વિતરણ ડેપો, તથા રેશનીંગની દુકાનોમાં કલ્યાણ છાબો મુકી પાણી જન્ય રોગચાળા અટકાયત કલોરીનની ગોળીઓ તથા ઓ.આર. એસ. પેકેટસ ઉપલબ્ધ કરવાવામાં આવતા તાવ, ઝાડા, વગેરે રોગો સામે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. સર્વેલન્સ દરમ્યાન સ્થળ સારવાર ઉપલબ્ધ ન થઇ શકે તે પૈકી ના દર્દીઓને પ્રા.આ.કેન્દ્ર કક્ષા અને તે ઉપરાંત સા.આ.કેન્દ્ર / જનરલ હોસ્પિટલ / જિલ્લા ક્ષય કેન્દ્ર મારફતે પણ સારવાર અપાવવા તંત્ર દવારા પુરી કાળજી લેવામાં આવે છે.

ખાસ કરીને પાણી જન્ય રોગચાળા, વાહક જન્ય રોગચાળા, અને બાળકો ના છ ધાતક રોગો સામે રક્ષણ અપાવવા કલોરીનેશન, ઇન્ટ્રા / પેરોડોમેસ્ટીક કામગીરી, બાયોલોજીક મેજર્સ, તથા માતા અને બાળકો માટે રસીકરણ જેવી કામગીરી ઓ અગમચેતી ના ભાગરૂપે કરાવવામાં આવે છે.