!! પંચાયત એ પંચની દાસી નથી, પણ એ તો લોકોની સર્વોપરિતાનું પ્રાગટય છે. !!
શ્રી બળવંતરાય મહેતાનાં અધ્યક્ષ સ્થાને સને.૧૯૫૬ માં ભારત સરકારે સમિતિની રચના કરી હતી. આ સમિતીનો અહેવાલ તા.ર૪-નવેમ્બર ૧૯૫૭ નાં રોજ મળ્યો. આ અહેવાલ ઉપ્ર વિચારણા કરવામાં રસિકલાલ પરિખનાં વડપણ હેઠળ તા.૧પ/૭/૧૦૬૦ નાં ઠરાવથી સમિતી રચવામાં આવી. વિધાનસભાની પ્રવરસમિતીએ ચકાસીને સુધારો રજુ કરેલુ વિધૈયક ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૬૧ અપનાવ્યું પરંતુ ૧૯૬૨ માં ચીને કરેલ આક્રમણ દેશમાં હતાશા જન્માવી. પંચાયતીરાજ એક વર્ષ મોડુ તા.૧/૪/૧૯૬૩ થી અમલમાં આવ્યું આ વદતે જિલ્લા સમિતી, જિલ્લા પંચાયતની વ્યવસ્થામા સામેલ કરવામાં આવ્યા ગુજરાતનાં પંચાયતીરાજ નમુનેદાર ગણવામાં આવે છે.
પંચાયતનો શબ્દોર્થ
પંચાયત શબ્દને બે ભાગમાં વિભાજન કરી શકાય !! પંચ !! અને !! આયત !! પંચ શબ્દ સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં પણ પાંચનસ સંખ્યાનાં અર્થમાં વપરાય છે. !! પંચ ત્યાં પરમેશ્વર!! ની પૌરાણિક ઉકિતમાં હજુ પણ ધણા શ્રધ્ધા ધરાવે છે. બ્રિટિશ શાસનકાળની નુતન વહીવટી પધ્ધતિમાં પંચનામુ મહત્વ સ્વીકારવામાં આવેલ છે. સંસ્કૃતમાં !! આયાતનમૂ !! નો અર્થ સ્થળ, રહેઠાણ-ઘર થાય છે. આથી પંચાયત એટલે પ્ંચનુ સ્થળ આમ તેના મુળ અને શાબ્દીક અર્થમાં પંચાયતનો અર્થ તકરારનાં નિવારણ માટે સંસ્થા થાય છે.
સ.ને. ૧૯૪૫- ૪૭ માં પ્રાર્થના વખતે ગાંધીજીએ જણાવેલ કે, લોકશાહીમાં એ જરૂરી છે. કે, દરેક વ્યકિતએ સ્ત્રી અથવા પુરૂષે તેની જવાબદારી સમજવી જોઇએ આ છે. પંચાયતી રાજનો અર્થ.