×

મહેસુલી પરીચય

જિલ્‍લા પંચાયત કચેરી, ભાવનગર દ્વારા ગ્રામ્‍ય કક્ષાએ વિવિધ ક્ષેત્રે સરકારી લાભો છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે વિવિધ કામગીરીઓને લગત વિભાગ/શાખા કાર્યાન્‍વિત છે. જે પૈકી જમીન-મહેસૂલ ને લગત કામગીરી જિલ્‍લા પંચાયતની મહેસૂલ શાખા દ્વારા કરવામાં આવે છે. મહેસૂલ શાખાના વડા નાયબ જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી(મહેસૂલ) એ શાખાની તમામ કામગીરી સુઆયજીત, સમયસર તથા વ્‍યવસ્‍થિત થાય તે અંગેનું મોનીટરીંગ કરે છે. તેમજ અરજદારોની અરજી-રજુઆત પરત્‍વે યોગ્‍ય અને ઝડપી નિકાલ કરવા સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો/ઠરાવોને આધિન કાર્યવાહી હાથ ધરવા તાબાના કર્મચારીઓને વખતોવખત સૂચના તથા માર્ગદર્શન આપે છે.

સરકારશ્રીની વિવિધ યોજના અંતર્ગત ગામના છેવાડાના લોકોને મહત્તમ સરકારી લાભો/ સહાય મળવા અંગેની માહિતી થી અવગત કરાવવા તેમજ આ સરકારી લાભો/સહાય થી વંચિત ન રહે તેની સંપુર્ણ કાળજી રાખે છે.